Placeholder canvas

વાંકાનેર: બે વરલી મટકાનો જુગાર રમતા અલગ અલગ સ્થળેથી ઝડપાયા.

મોરબી : વાંકાનેરમાં પોલીસે ગઈકાલે બાતમીના આધારે બે સ્થળે વરલી મટકાના જુગાર ઉપર દરોડા પાડી વરલી મટકાનો જુગાર રમતા બે વરલી ભક્તને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રથમ દરોડામાં વાંકાનેર પોલીસે બાતમીના આધારે વાંકાનેરની આશીયાના સોસાયટી વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમી રમાડી વર્લીના સાહીત્ય તથા રોકડા રૂ.૧૦૪૨૦ તેમજ એક મો.ફોન જેની કી.રૂ.૩,૦૦૦ કુલ મુદ્દામાલ કી.રૂ.૧૩૪૨૦ સાથે આરોપી જુનેદભાઈ યાકુબભાઈ ભટ્ટી(ઉવ.૨૯ ધંધો-મજુરી રહે.હાલ વાંકાનેર મારૂતી શો-રૂમની પાછળ તા.વાંકાનેર)ને ઝડપી લીધો હતો.

બીજા દરોડામાં વાંકાનેર પોલીસે બાતમીના આધારેવાંકાનેર લક્ષ્મીપરા ચોક મોલવી રોડ ઉપર વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમી રમાડી વર્લીના સાહીત્ય તથા રોકડા રૂ.૬૩૦ તેમજ એક મો.ફોન જેની કી.રૂ.૩,૦૦૦ કુલ મુદ્દામાલ કી.રૂ.૩૬૩૦ સાથે સિકંદરભાઈ ઈકબાલભાઈ તરકબાન (ઉવ.૩૩ ધંધો-વેપાર રહે.વાંકાનેર લક્ષ્મીપરા મોલવીરોડ, હુશેનીચોક તા.વાંકાનેર)ને ઝડપી લીધો હતો.

આ સમાચારને શેર કરો