ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલે રાજ્ય કક્ષાએ સેપક ટકરાવ રમતમા જીત્યો સિલ્વર મેડલ
ગત તા. 25 ડીસેમ્બર 2021 ના રોજ રાજ્ય કક્ષા ની સબ જુનિયર ભાઈ ઓ-બહેનો ની સેપક ટકરાવ સ્પર્ધા ભાવનગર ની બી.એમ.કોમર્સ સ્કૂલ મા આયોજન થયેલ હતુ , જેમા રાજ્ય ભરમાંથી અનેક જિલ્લા ઓ એ ભાગ લીધેલ હતો , તેમા મોરબી જિલ્લા માથી ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, લજાઈ ના ખેલાડીઓ એ ભાગ લીધેલ હતો.
મોરબી જિલ્લાની આ સેપક ટકરાવ રમતના ખેલાડીઓ એ ટીમ ની સાથે પોતાની રમત નુ સારુ પરફોર્મન્સ આપી ફાઈનલ મેચ સુધી પહોંચવા મા સફળતા મેળવેલ હતી , પરંતુ ફાઈનલ મા ભાવનગર ટીમ વિજેતા થતા સિલ્વર મેડલ થી સંતોષ માનવો પડયો હતો ,
હવે આ સ્પર્ધા માથી સિલેક્ટ થઇ ગુજરાત ની ટીમ સાથે ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ના બે (2) ખેલાડીઓ (૧) સિનોજીયા હર્ષ હિતેશભાઈ (૨) મસોત એંજલ ભાવેશભાઈ રાષ્ટ્રીય કક્ષા એ રમવા ગોવા ખાતે જશે
આ તકે ગ્રીન વેલી સ્કૂલ ના પ્રિન્સીપાલ શ્રી વિનોદભાઈ ધમસાણીયા , તનય શુક્લા, ટ્રસ્ટી ધર્મેન્દ્ર ખાંડીવાલ એ સ્પોર્ટ્સ ટીચર મુસ્તાક સુમરા તેમજ ખેલાડીઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી,