skip to content

વાંકાનેર: વઘાસિયાની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી કાર રેઢી મળી

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ ટીમે વઘાસિયા ગામની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન વિદેશીદારૂ ભરેલી એસેન્ટ કાર ઝડપી લઈ કાર નંબરના આધારે ગુન્હો નોંધી કાર અને દારૂ સહિત કુલ 1,40,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વઘાસિયા ગામની સીમમાં ડયુરેજા સીરામીક કારખાના નજીક શંકાસ્પદ હાલતમાં રેઢી પડેલી હુન્ડાઈ કંપની એસેન્ટ ગાડી રજી નંબર GJ-05-CM-7192 ચેક કરતા ગાડીમાંથી રૂપિયા 40,500ની કિંમતનો મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂ 108 બોટલ કબ્જે કર્યો હતો.

પોલીસે ઘટનાસ્થળ આસપાસ તપાસ કરતા ગાડીનો ચાલક જોવા ન મળતા હાલમાં રૂપિયા 1 લાખની કિંમતની કાર અને 40,500ની કિંમતનો દારૂ કબ્જે કરી કાર નંબરના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો