Placeholder canvas

ચોટીલામાં ચાર યુવાનોનો સેવાયજ્ઞ: ઝુપડપટ્ટીના બાળકોને શિક્ષિત કરે છે.

ચોટીલાના ચાર શિક્ષિત યુવાનોને વિચાર આવ્યો કે ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને શિક્ષણ આપીએ. તેમજ આ ચાર યુવાનો દ્વારા ચોટીલામાં આવેલી દુધેલી રોડ તેમજ કુંભારા રોડ ઉપર આવેલી ઝુપડપટ્ટીમાં જઈ બાળકોને શિક્ષણ માટે સમજાવ્યા હતા.નાના બાળકોને મજૂરી કામ કરતા જોઈ યુવાનોને વિચાર આવ્યો કે શિક્ષણમાં પણ તેઓને થોડુ ધ્યાન કેન્દ્રિત થાય.

જેના માટે દર રવિવારે બે કલાક શિક્ષણ આપવાના કાર્ય સાથે સાથે બાળકો માટે જમવાની અથવા નાસ્તાની પણ વ્યવસ્થા કરતા જેથી કરીને બાળકો અભ્યાસ માટે આવવા તૈયાર થયા હતા. ઝુપડપટ્ટીમાં જઈ શિક્ષણ આપ્યા બાદ ત્યાં બેસવાની વ્યવસ્થા ના હોવાના કારણે તેઓએ એક રૂમ રાખી બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય શરૂ કર્યું હતુ. જેમાં ધીમે ધીમે આ કાર્ય 90 રવિવારે પહોંચ્યું છે. જેમાં યુવાનો દ્વારા એક ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું અને ટ્રસ્ટ થકી તેઓ બીજા સેવાકીય કાર્યોની પણ શરૂઆત કરી છે. યુવાનોની આ સેવાકીય પ્રવૃતિને જોઈને બીજા લોકો પણ શિક્ષણ આપવા માટે આમાં જોડાયા છે.

ગામ લોકો દ્વારા પણ તેમના આ કાર્યને બિરદાવવામાં આવ્યું છે. અને દર રવિવારે નાની મોટી શિક્ષણને લગતી સામગ્રી તેમજ નાસ્તો આપી આ બાળકોને અભ્યાસ માટે દર રવિવારે આવે તે માટે પ્રોત્સાહિત કર્યા છે. ધીમે ધીમે ગુજરાતી સાથે અંગ્રેજી પણ લખતા વાંચતા શીખે છે ઝુપડપટ્ટીના બાળકોને રવિવારે શિક્ષણ આપવાની સાથે સાથે અમુક બાળકોને રેગ્યુલર શાળાઓમાં પણ મોકલવાની શરૂઆત કરી છે. તેમાં 10 બાળકોથી શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આજે સૌથી વધુ બાળકો દર રવિવારે બે કલાક શિક્ષણ લેવા માટે પહોંચી જાય છે. અને ધીમે ધીમે ગુજરાતી સાથે અંગ્રેજી પણ લખતા વાંચતા શીખે છે.

આ સમાચારને શેર કરો