Placeholder canvas

હળવદમાં હેલિકોપ્ટરમાં જાન આવી: લોકો જાન નહિ પણ હેલિકોપ્ટર જોવા ઉમટયા.!!

આજકાલ લગ્નની મોસમ છે અને લગ્નમાં અલગ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ક્યાંક કન્યા બુલેટ પર સવાર થઈને અથવા કારમાં ડાન્સ કરતા મંડપ સુધી પહોંચી રહી છે, તો બીજી તરફ વરરાજાનો પણ કંઈક અલગ જ સ્વેગ જોવા મળી રહ્યો છે. આવું જ કંઈક મોરબી નજીકના હળવદમાં જોવા મળ્યું. જ્યાં વરરાજા હેલિકોપ્ટરમાં સવાર થઈને કન્યાને લેવા આવી પહોંચ્યા હતા.

મળેલી માહિતી મુજબ, હળવદમાં રહેતા સ્વ. અજમલભાઈ બાર (રબારી)ના દીકરા ધવલ અને આરતીના લગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર રહેતા અજમલભાઈના વેવાઈ જલાભાઈના દીકરા ધરમની જાન આજે હેલિકોપ્ટરમાં હળવદ આવી પહોંચી હતી.નાના એવા ગામમાં હેલિકોપ્ટર આવતા મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. ગ્રામજનોનું કહેવું છે કે, હેલિકોપ્ટરે લગ્નનો માહોલ બદલી નાંખ્યો છે. આ પ્રકારના લગ્ન ભાગ્યે જ જોવા મળે છે.હાલ તો આસપાસના પંથકમાં હેલિકોપ્ટરથી કન્યાને લઈ જનારી આ જાનની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. એવામાં હેલિકોપ્ટરમાં આવેલી આ જાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ સમાચારને શેર કરો