Placeholder canvas

ચોટીલામાં ડોકટરે યુવતિને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યુ

તબીબ દોઢ વર્ષથી પ્રેમજાળમાં ફસાવી યુવતિનું શોષણ કરતો.

ચોટીલા પંથકમાં ડોક્ટરે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અઢી વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં ભોગ બનનાર પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ચોટીલાના ઝિઝુંડામાં રહેતો ડોક્ટર નીતિનભાઈ આંબાભાઈ શેખ હાલ આણંદપુર રોડ પર પોતાની હોસ્પિટલ ધરાવે છે.

દોઢ વર્ષ અગાઉ જૂની મંગલમ હોસ્પિટલ ખાતે ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો ત્યારે ગ્રામ્ય પંથકની એક યુવતી તેના સંપર્કમાં આવી હતી. યુવતીને પહેલા તો ડોક્ટર નીતિને પોતાની મધુરવાણીથી પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતી પ્રેમજાળમાં ફસાયા બાદ ડોક્ટરે યુવતીને લગ્નની લાલચ આપી હતી.

યુવતી ડોક્ટરની મોહજાળમાં ફસાયા બાદ યુવતીને ભોળવીને તથા યેનકેન પ્રકારે ડોક્ટરે યુવતીના મરજી વિરૂધ્ધ શરીર સુખ માણી દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ભોગ બનનાર પિડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ડોક્ટરના દૂષ્કર્મ મામલે પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધરાતા સમગ્ર પંથકમાં ઘટનાએ ચકચાર સાથે ચર્ચા જગાવી છે.

આ સમાચારને શેર કરો