Placeholder canvas

વાંકાનેર: કાસિયાગાળા ગામે ખેતરમાંથી ગાંજાનું વાવેતર પકડાયું, ૧.૩૧ લાખનો મુદામાલ જપ્ત

૧૨ કિલો ૯૦૦ ગ્રામનો જથ્થો કબજે લીધો, એક આરોપી ઝડપાયો…

વાંકાનેર તાલુકાના કાસીયાગાળા ગામની સીમમાં ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોય જ્યાં રેડ કરી એસઓજી ટીમે ૧૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પોલીસે ઝડપી લઈને ગાંજાનો જથ્થો અને મોબાઈલ સહીત ૧.૩૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાસીયાગાળા ગામે રહેતો રમેશ ઉર્ફે હકો જગાભાઇ ધરજીયા નામનો ઇસમ પોતાની કબ્જા હેઠળની મોરથરાના રસ્તે નદીના કાંઠે આવેલ વાડીમાં ગેરકાયદેસર વનસ્પતિજન્ય ગાંજાના છોડનું વાવેતર કરેલ છે તેવી બાતમી મળતા ટીમે સ્થળ પર દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી ગાંજાના છોડ નંગ ૧૭ વજન ૧૨ કિલો ૯૦૦ ગ્રામ કીમત રૂ ૧,૨૯,૦૦૦ અને મોબાઈલ ફોન ૧ કીમત રૂ ૨૦૦૦ મળીને કુલ રૂ ૧,૩૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી રમેશ ઉર્ફે હકો જગાભાઇ ધરજીયાને ઝડપી લીધો હતો અને આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ મુજબ કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ ચલાવી છે

જે કામગીરીમાં એસઓજી પીઆઈ એમ પી પંડ્યા, પીએસઆઈ એમ એસ અંસારી, રણજીતભાઈ બાવડા, રસિકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઈ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, સતીષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા, આશીફભાઈ રાઉંમાં, કમલેશભાઈ ખાંભલીયા, સામંતભાઈ સંધાર, અંકુરભાઈ ચાંચુ, અશ્વિનભાઈ લોખીલ સહિતની ટીમ જોડાયેલ હતી

આ સમાચારને શેર કરો