Placeholder canvas

ટંકારાના જબલપુર ગામે તળાવમાં ડૂબી જતા બાળકીનું મૃત્યુ

ટંકારાના જબલપુર ગામે પાણીના તળાવમાં પડી જતા પાંચ વર્ષની બાળકીનું મૃત્યુ થયાની ધટના સામે આવી છે જે મામલે ટંકાર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળેલ માહિતી મુજબ ટંકારાના જબલપુર ગામે અંજલી ઓઈલ મિલમાં રહેતા દીપકભાઈ રાઠોડની પાંચ વર્ષની દીકરી ઉર્વીશા ઓઈલ મિલ નજીક આવેલ તળાવમાં પડી જતા ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ આઈ ટી જામ ચલાવી રહ્યા છે તો તપાસ અધિકારી આઈ ટી જામ સાથે વાત ચિત કરતા તેમણે જણાવ્યું હતુ કે મૃતક ઉર્વીષા મિત્રો સાથે તળાવ પાસે રમતી હોય દરમિયાન અકસ્માતે પડી જતા ડૂબી જતા મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાંસામે આવ્યું છે જે મામલે ટંકાર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો