Placeholder canvas

ગાંધીનગર: હાર્દિક એન.પટેલની કારનું અકસ્માત: 2ના મોત, 3ને ગંભીર ઇજા.

હાર્દિક નવીનભાઈ પટેલ (રાયસણ) અને પ્રવીણ લાભૂભાઈ રાવળ (કુડાસણ)નું અકસ્માતમાં મૃત્યુ.

ગાંધીનગર: રાયસણ પેટ્રોલ પંપથી BAPS સ્કૂલ તરફ જતાં રોડની સાઈડમાં આવેલા વીજળીના થાંભલા સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. જે બાદ ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દેતા રોડને અડીને લગાવેલા બે ત્રણ કન્સ્ટ્રક્શન સાઈટનાં જાહેરાતના બોર્ડ સાથે કાર અથડાઈને પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર રાયસણ ગામના પાંચ પૈકી બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જેમાં એક બિલ્ડરનાં પુત્રનો પણ છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ ત્રણ જણાને દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

મળેલી માહિતી મુજબ ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાયસણ ગામ વૃંદાવન બંગલોની સામેના ખેતરમાં રહેતો ધવલ ભૂપતભાઈ રાવળ તેના મિત્રો જીગર કાંતિભાઈ રાવળ, પ્રવીણ લાભૂભાઈ રાવળ(કુડાસણ) અને, વિપુલ વીરસંઘ રાવળ અને હાર્દિક નવીનભાઈ પટેલ (રાયસણ) ગઈકાલે રાતના આઠેક વાગ્યાના અરસામાં ભેગા થયા હતા. બાદમાં નવેક વાગ્યાના અરસામાં વિપુલ અને જીગરે ઘરે મુકી જવાની વાત કરી હતી. આથી પાંચેય મિત્રો હાર્દિકની વર્ના કારમાં નીકળ્યા હતા. આ વખતે કાર પ્રવીણ ચલાવી રહ્યો હતો ત્યારે BAPS સ્કૂલથી થોડેક આગળ જતાં રોડની સાઈડમાં આવેલા વીજળીના થાંભલા સાથે પૂરપાટ ઝડપે કાર અથડાઈ હતી. જેનાં કારણે પ્રવિણે કાર પરનો કાબુ ગુમાવી દઈ કન્સ્ટ્રક્શન સાઈટની જાહેરાતના બોર્ડ સાથે કાર અથડાતા બે ત્રણ વખત પલ્ટી મારી ગઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં કારનું સાવ પડીકું વળી ગયો હતું. જેમાં પ્રવીણ અને હાર્દિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ધવલ, જીગર અને વિપુલને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ લઈ જવાયા હતા. જે પૈકી ધવલની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચારને શેર કરો