વાંકાનેર: ચંદ્રપુર ગામનો ખેલાડી આદિલ કડીવાર INCLમાં હરિયાણા તરફથી રમશે.

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં રહેતો ક્રિકેટનો ખેલાડી આદિલ પરિવાર છેલ્લા કેટલાક સમયથી ખૂબ સારું ક્રિકેટ રમી રહ્યો છે, તેમનું પર્ફોમન્સ અવારનવાર નોંધપાત્ર રહ્યું છે અને મોરબી જિલ્લાની ટીમમાં પણ તેઓ પસંદ થયો હતો.
ક્રિકેટની રમતમાં આઈપીએલનું જે રીતે આયોજન થાય છે તે રીતે અન્ય ખેલાડીઓને પણ પ્લેટફોર્મ મળે એ માટે આઈ.એન.સી.એલ.નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આઈપીએલની માફક ખેલાડીઓના ઓપ્શનનું આયોજન થાય છે અને જે તે ટીમમાં ખેલાડીઓ ખરીદતી હોય છે. આ આઇ.એન.સી.એલ.ના ઓપ્શનમાં વાંકાનેરનો ખેલાડી આદિલ કડીવારને હરિયાણાની ટીમે ખરીદયો છે અને તે હવે હરિયાણીની ટીમ તરફથી આઈએનસીએલમાં “બેટી બચાવો” ટ્રોફીમાં રમશે. આ “બેટી બચાવો” ટ્રોફી હિમાચલ પ્રદેશના ધર્મશાળાના ગ્રાઉન્ડમાં રમાશે.
આ આઇએનસીએલની “બેટી બચાવો” ટ્રોફી માટે ખેલાડીઓની પસંદગી અમદાવાદ ખાતે કરવામાં આવી હતી, આદીલે અમદાવાદમાં ખૂબ સારું પરફોર્મન્સ આપતા તેમની પસંદગી થઈ છે, અત્રે એ ઉલ્લેખનિય છે કે આ ટ્રોફી માટે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર આદિલની પસંદગી થઈ છે. આ ટ્રોફીના મેચમાં IPLના પસંદગીકારો પણ હાજર રહે છે, જે ખેલાડી આ મેચોમાં સારુ પરફોમસ આપે તેમને મોટું પ્લેટફોર્મ મળી શકે છે. આદિલને તે માટે શુભેચ્છાઓ…

વોટ્સએપ:-
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…https://chat.whatsapp.com/LF1muhfnumB901BhcpjXTx
