રાજકીયવાંકાનેર

વાંકાનેર:ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં વિધાનસભાની કાર્યશાળા યોજાઈ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ અલ્પકાલીન વિસ્તાર યોજના અંતર્ગત વાંકાનેર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા પ્રદેશ મહામંત્રીશ્રીઓની વર્ચ્યુલી ઉપસ્થિતીમાં 67 – વાંકાનેર-કુવાડવા વિધાનસભાની “અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા”માં હાજરી આપી, માર્ગદર્શન મેળવ્યું.

આ તકે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી સાહેબ તેમજ સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો