ભાવનગર: ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં બે શિક્ષકા સહિત ત્રણનાં મોત.

ભાવનગર: આજે મહુવા નેશનલ હાઇવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. આ અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ ત્રણેય મૃતકનાં પરિવારમાં આક્રંદ અને આક્રોશનો માહોલ છવાયો છે.

આ અકસ્માતને મળેલી માહિતી મુજબ મહુવા નેશનલ હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જેમાંથી બે શિક્ષિકા બહેનો રિક્ષામાં શાળાએ જઇ રહી હતી. પરંતુ શાળાએ પહોંચે તે પહેલા જ મોતને ભેટી ગઇ છે.

રિક્ષાના ચાલક અને તેમાં બેઠેલી બંને શિક્ષિકાના મોત નીપજ્યા છે. જેના કારણે ત્રણેય પરિવારમાં આક્રોશ સાથે આક્રંદ ફેલાઇ રહ્યો છે.આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો