ઉપલેટા તાલુકાના મેરવદર ગામે દીપડાએ બાળકી પર હુમલો કર્યો, બાળકીનું થયું મોત.

ઉપલેટા: ઉપલેટા તાલુકાના મેરવદર ગામે ફરી દીપડાએ બાળકી પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. બાળકીના શંકાસ્પદ મોતને લઈને બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે મોકલવામાં આવેલ છે.

મેરવદર ગામના પ્રકાશભાઈ માધવજીભાઈ કરડાણી નામના ખેડૂતની વાડીએ ભાગીયુ રાખી વાડીએ રહેતા મૂળ એમપીના નરવેલભાઈ ખરાડીની 3 વર્ષની પુત્રીને દીપડાએ ઉઠાવી જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ લોકોએ હોહા દેકારો કરી મુકતા નરવેલભાઈ ખરાડીની 3 વર્ષીય પુત્રી લક્ષ્મીને દીપડો મૂકીને નાસી છૂટ્યો

ઈજાગ્રસ્ત લક્ષ્મીને પેટ અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફત ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઈ ફરજ પરના ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરતા બાળકીના પરિવારજનોમાં શોકનું મોજુ ફેલાયુ

મેરવદર ગામના સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા ફોરેસ્ટ વિભાગની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી, બાળકીને પીઠના પાછળના ભાગમાં ઊંડો ઘા જોવા મળતા કેસ શંકાસ્પદ હોવની લાગતા બાળકીનું ડેડબોડીનું ફોરેન્સિક પીએમ કરવા માટે રાજકોટ મોકલવામાં આવેલ છે.

બાળકીની માતા અને પિતાના કહેવા મુજબ દીપડાના હુમલામાં ત્રણ વર્ષની બાળકીનું મોત થયું છે. આ બાળકીના મોતનું સાચું કારણ હવે ફોરેન્સિક પીએમ બાદ સામે આવશે. અત્રે એવું લખેલું છે કે દીપડાઓ સમગ્ર સૌરાષ્ટ્રમાં આહાકાર મચાવી રહ્યા છે તેની સામે હવે કોઈના કોઈ પગલાં લેવા રહ્યા

આ સમાચારને શેર કરો