લીંબડી પાસે પોલીસવાન-લકઝરી બસ વચ્ચે અકસ્માત, 4 પોલીસકર્મી સહિત 6ને ઇજા.
લિંબડી: અમદાવાદ-રાજકોટ હાઇવે પર લીંબડી પાસે પોલીસવાનને અકસ્માત નડયો હતો જેમાં એક મહિલા પોલીસ કર્મી સહિત ચાર પોલીસ સ્ટાફ ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે. લીંબડીના બલદાણા ગામના પાટીયા પાસે પોલીસવાન અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં 6 વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લીંબડી પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
લીંબડીના બલદાણા ગામના પાટીયા પાસે પોલીસવાન અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં બે મહિલાઓ અને ચાર પુરુષો સાથે કુલ 6 વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.જેમાં પ્રાથમિક તપાસમાં નારી સંરક્ષણ ગૃહ રાજકોટથી અમદાવાદ હાઈકોર્ટ ખાતે પોલીસ વાન જઈ રહી હતી તે દરમિયાન આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ વાનની ગાડીને અકસ્માતના પગલે પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.