Placeholder canvas

વાંકાનેર: જીતુભાઈ સોમાણી અને કેસરી બાપા વચ્ચે થયું સમાધાન

વાંકાનેર: 67-વાંકાનેર કુવાડવા સીટ પર ભાજપે જીતુભાઇ સોમાણીને ટીકીટ આપતા વાંકાનેર મહારાજા કેસરીદેવસિંહજી ઝાલા તથા તાલુકા અને શહેર ભાજપના આગેવાનો નારાજ થયા હતા. જેમને લઈને કેસરીદેવસિંહજી ઝાલાએ અપક્ષ ફોર્મ ઉપાડેલ અને તેમના ગ્રુપમાં આગેવાનો વચ્ચે ચર્ચા વિચારણા થતી કે અપક્ષ ફોર્મ ભરવું કે આમ આદમી પાર્ટીને ટેકો આપવો ?

અમોને મળેલ માહિતી મુજબ રવીવારે ભાજપ સંગઠન અને ક્ષત્રિય સમાજની મિટિંગ મળી હતી ત્યાંરે પણ જીતુભાઈ સોમણી સામે લડી લેવું અને ઉપર લેવલે તાકાત બતાવવાનું નક્કી થયું હતું.

તેવામાં જ અચાનક રાજકારણમાં બદલાવ આવ્યો હતો. જીતુભાઇ સોમણી કેસરીદેવસિંહજી ઝાલાને અને ભાજપના સંગઠનના હોદ્દેદારોને મળવા માટે ગરાસીયા બોર્ડિંગે ગયા હતા અને સમાધાન થઇ ગયું હોવાની વાત બહાર આવી છે. કાલે ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે. જીતુભાઇ સોમણી પણ કાલે ફોર્મ ભરસે ત્યારે કેસરીબાપા સહિતના આગેવાનો હાજર રહેશે.

હવે એકબીજાના કટ્ટર હરીફ એવા બન્ને આગેવાનો સાથે મળીને ચૂંટણી લડશે અને વાંકાનેરથી એક કમળ ગાંધીનગર મોકલશે… ત્યારે જોવાનું એ રહે છે કે આ બંને નેતાઓ વચ્ચે થયેલું સમાધાન પાછળ તેમના ટેકેદાર અને મતદારો માન્ય રાખે છે કે નહીં, જો ખરેખર આ સમાધાન થયું હોય તો આ સીટ પર ભાજપને ખૂબ જ લાભ થઈ શકે છે, અને કોંગ્રેસ માટે આ માઠા સમાચાર છે.

આ સમાચારને શેર કરો