Placeholder canvas

મોરબીના સંમેલનમાં રઘુવંશી સમાજનો ખુલ્લો પડકાર: ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો…

સાંસદ મોહન કુંડારિયા રઘુવંશી સમાજને ખતમ કરવા માંગતા હોવાનો જીતુ સોમાણીનો જાહેર મંચ પરથી આરોપ
વિરોધીઓને રઘુવંશી સમાજની તાકીદ, જીતુ સોમણીને એકલા સમજવાની ભૂલ ન કરતા.

મોરબી : મોરબીના રાજપર ખાતે રઘુવંશી ક્રાંતિમંચના નેજા હેઠળ જીતુભાઈ સોમાણીના સમર્થનમાં રઘુવંશી સમાજના સંમેલન દ્રારા શક્તિ પ્રદર્શન યોજાયું હતું. ખાસ કરીને સાંસદ મોહન કુંડારિયા અને વાંકાનેરના કદાવર નેતા જીતુ સોમણી વચ્ચે ચાલી રહેલી લડાઈના પરિણામ રૂપ આ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રઘુવંશી સમાજના અગ્રણીઓએ સાંસદ મોહન કુંડારિયા અને ભાજપ ઉપર આકાર પ્રહારો કરી રઘુવંશી સમાજને અન્યાય કર્યો હોય ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવાનો પણ ખુલ્લો પડકાર કર્યો હતો.

આ સંમેલનમાં વાંકાનેર નગરપાલિકાને સુપર સિડ કરી લોહાણા સમાજના અગ્રણી જીતુભાઇ સોમણી સામે કાવાદાવા રચી રહેલા મોરબી જિલ્લાના કદાવર નેતાને રઘુવંશી સમાજે રીતસરના આડે હાથ લઈ જીતુભાઈ સોમણીને એકલા સમજવાની ભૂલ ન કરવા તાકીદ કરીને આગામી ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવાનો રઘુવંશી સમાજ દ્વારા ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો.

આ મહાસંમેલનમાં જીતુભાઈ સોમાણીએ સાંસદ મોહન કુંડારિયા તેમજ મોરબીના મોટા માથા ઉપર ગંભીર આક્ષેપ મૂકીને કહ્યું હતું કે તેઓ રઘુવંશી સમાજને ખતમ કરવા માંગે છે. ઉપરાંત રામધામના નેજા હેઠળ સમગ્ર રઘુવંશી સમાજને એકત્રિત કરવાનો છે. પરંતુ આ કામ અમુક લોકોને ગમતું નથી. સમલેનમાં હાજર રહેલા લોહાણા સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં લોહાણા અગ્રણીઓને પણ ભાજપ ટીકીટ નહિ આપે તો અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડીશું, અમને અસંગઠિત ન સમજતા અને સંમેલન ન થાય તે માટે મોટા માથાએ કાવાદાવા કર્યા હોવા છતાં ભવ્ય સંમેલન કરીને વિરોધીઓને સમાજની એકતાની તાકાત બતાવી હોવાનું રઘુવંશી ક્રાંતિપથના નેતા ડો. રમેશ ઠક્કરે કહ્યું હતું.

ચલાલા નગર પાલિકાના પ્રમુખ પ્રકાશ કારિયાએ કહ્યું હતું કે, જીતુ સોમાણી એકલા નથી તેની સાથે આખો સમાજ છે, આંગળી ચીંધશોતો આખું કાંડુ કાપી નાખીશુ તેવો જાહેર મંચ ઉપરથી હુંકાર કરીને સાવ સ્પષ્ટ કહી દીધું હતું કે આગામી ચૂંટણી દરમિયાન રઘુવંશી સમાજ સાથેનો રાગદ્વેષ ભાજપને ભારે પડશે.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો