ગરમ પાણી પીવાના ફાયદાની સાથે ગેરફાયદા પણ છે, એ જાણવા માટે વાંચો.

કોઈપણ વસ્તુ કે કોઈ પણ બાબતમાં અતિરેક સારો નહીં, યોગ્ય માત્રામાં બધું સારું રહે અને સારું લાગે, એવું માનવામાં આવે છે કે શરીરની ચરબી ઉતારવામાં તેમજ અન્ય ઘણા બધા શરીરમાં લાભ ગરમ પાણી પીવાથી થાય છે અને ક્યારેક લોકો આવા લાભ ઝડપથી અને વધારે પડતા લેવાની લાલચમાં આખો દિવસ ખૂબ ગરમ પાણી પીવાના અખતરા કરવા લાગે છે. આવા અખતરા શરીર માટે ફાયદાને જગ્યાએ નુકસાન પણ કરી શકે છે અહીંયા આ લેખમાં અમે ગરમ પાણી પીવાના ફાયદા અને ગેરફાયદા બંને જણાય છે. આશા છે કપ્તાન ના સુજ્ઞ વાંચકો એ સમજીને યોગ્ય રીતે અમલ કરશે.

ગરમ પાણી પીવાના ફાયદા :-

શરીરને સ્વસ્થ રાખવા માટે વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આ પાણીને હુંફાળું કરીને પીવામાં આવે તો તેના ગુણ અનેકગણા વધી જાય છે. પાણી શરીરને હાઇડ્રેટેડરાખે છે. પાણીના સેવનથી પેશાબ પણ છૂટથી આવે છે જેથી શરીરમાંના વિષાણુઓ મૂત્ર વાટે બહાર નીકળી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના અનુસાર, રાતના સૂતી વખતે પાણી પીવાથી ઘણા લાભ થાય છે.

સંશોધનો દ્વારા સાબિત થયું છે કે, સામાન્ય તેમજ ઠંડુ પાણી પીવાના સ્થાને હુંફાળું પાણી પીવાની આદત નાખવી જોઇએ. રાતના સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી સ્વાસ્થયને લાભ થાય છે.

રાતના સૂતા પહેલા પાણી પીવાનો લાભ :-
રાતના સૂતા પહેલા ગરમ પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે. જેથી રક્તસંચાર વ્યવસ્થિત થાય છે. ગરમ પાણી પીવાથી કોશિકાઓને પોષણ મળે છે તેમજ કોશિકાઓમાંથી પણ ઝેરી તત્વો બહાર ફેંકવામાં સહાયક છે. સૂતા પહેલા હુંફાળું પાણી પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.

મૂડ સુધારવા માટે ફાયદાકારક :-
રાતના સૂતા પહેલા હુંફાળું પાણી પીવાથી મૂડ સારો થાય છે. સાલ ૨૦૧૪માં કરવામાં આવેલા એક સંશોધન અનુસા પાણીની કમી વ્યક્તિના મૂડને નકારાત્મક રીતે પ્રભાવિત કરેી શકે છે. એવામાં અધિક પાણી પીવાથી આ પ્રકારની સમસ્યા સરળતાથી દૂર થાય છે. સંશોધનમાં સાબિત થયું છે કે, વધુ પ્રમાણમાં પાણી પીનારા લોકોનો મૂડ શાંત અને સકારાત્મક રહે છે.

મેટાબોલિઝમમાં સુધારો કરે :-
સંશોધનોથી સાબિત થયું છે કે, હુંફાળું પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે. તેમજ શરીરપરનો મેદ ઘટાડવામાં મદદ મળે છે. ગર્મ પાણી પીવાથી આહારમાંના ચરબીના અણુઓને ઝડપથી તોડવામાં મદદ કરે છે, જેથી વજન ઘટે છે.એવામાં રાતના ભોજન પછી એક ગ્લાસપાણી પીવાથી સ્વાસ્થયને ગુણકારી છે.

પાચનક્રિયાને સુધરે :-
ભોજન પછી ગરમ પાણી પીવાથી પાચનક્રિયા સુધરે છે. આ ઉપરાંત રક્ત પ્રવાહ વધે છે, માંસપેશિયોને આરામ મળે છે અને શરીરમાંના ઝેરી તત્વો બહાર ફેંકવામાં સહાયક છે. સૂતા પહેલા હુંફાળું પાણી પીવાથી એસિડિટીની સમસ્યા થતી નથી.

શરદી-ઉધરસ-કફમાં રાહત અને નાક બંધ થયું હોય તો ખૂલીજાય :-
હુંફાળું પાણી પીવાથી શરદી-ઉધરસમાં રાહત આપે છે. તેમજ કફ છૂટો પડતાં કફ સરળતાથી બહાર નીકળે છે. ગરમ પાણી પીતી વખતે તેની ગરમ વરાળથી નાક શરદીને કારણે બંધ થઇ ગયું હોય તો તે ખૂલી જાય છે. ગરમ પાણી પીતી વખતે ગ્લાસને પકડીને નાકને વરાળનો સેક આપીને ઊંડો શ્વાસ લેવો. સાઇનસથી પણ રાહત થાય છે. તેમજ સાઇનસના કારણે થતા માથાના દુખાવામાં પણ રાહત થાય છે. ઉપરાંત ગરમ પાણી ગળાથી નીચે ઊતરે છે ત્યારે ગળાને પણ સેક આપતું જતું હોવાથી શરદીને કારણે ગળામાં તકલીફ હોય તો તે પણ દૂર થાય છે.

થાક ઉતારે :-
રાતના હુંફાળું પાણી પીવાથી આખા દિવસનો થાક ઉતરે છે તેથી શરીર તાજગી અનુભવને છે.

ત્વચામાં નિખાર લાવે :-nn
સામાન્ય તેમજ ઠંડુ પાણી પીવાથી કબજિયાતની તકલીફ રહે છે. કબજિયાત અનેક શારીરિક સમસ્યાઓનું કારણ બને છે. ખીલ, ચહેરા પર કરચલી થવી જેવી તકલીફો થાય છે. સવારે નિયમિત રીતે નયણા કોઠે ગરમ પાણી પીવાથી આ સમસ્યાઓથી રાહત થાય છે.

માનસિક તાણથી છૂટકારો મળે છે :-
ગરમ પાણી પીવાથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉત્તમ રીતે કાર્ય કરે છે. જેથી માનસિક તાણથી છુટકારો મળે છે અને મગજને શાંતિ મળે છે.

રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે :-
બદલાતી ઋતુને કારણે સ્વસ્થ રહેવામાં થોડી તકલીફ થતી હોય છે. તેથી સવારે નયણા કોઠે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે.

દાંતના દુખાવામાં ફાયદાકારક :-
પેઢામાં થતા સડાને કારણ ેદાંતમાં દુખાવો થાય છે. તેથી હુંફાળું પાણી પીવાથી રાહત થાય છે. પેડાના સોજોમાં રાહત થતા દાંતનો દુખાવાથી છુટકારો મળે છે.

માસિકધર્મમાં રાહત :-
માસિક ધર્મ દરમિયાન પેટના દુખાવાની ફરિયાદ સામાન્ય છે. આવી તકલીફમાં ગરમ પાણી લાભ આપે છે. દર છ કલાકે ગરમ પાણીને ચાની માફક પીવાથી પેટની સફાઇ થાય છે અને દુખાવાથી આરામ મળે છે.

ગરમ પાણી પીવાના ગેરફાયદા :-

ગરમ પાણીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કોરોના મહામારી પછી ઘણા લોકોએ તેનું સેવન વધારી દીધુ છે. પણ તમને ખ્યાલ છે કે આપણે જેમને લાભ માટે પીએ છી તેના ઘણા ગેરફાયદા પણ છે. જો તમે પણ દિવસભર ગરમ પાણી પીતા હોવ તો તમારે તેમના ગેરફાયદા વિશે જાણવું જરૂરી છે.

ઘણા લોકો સ્વસ્થ અને ફિટ રહેવા માટે આખો દિવસ ગરમ પાણી પીવે છે. ઘણા રિસર્ચમાં તેના ફાયદા આપવાના દાવા કરવામાં આવ્યા છે, પરંતુ તમને જણાવી દઈએ કે તેનાથી નુકસાન પણ થઈ શકે છે. અહીં વાંચો તેના સંબંધિત માહિતી.

લોહીમાં પાણી વધે: જો તમે વજન ઘટાડવા અથવા પેટની ચરબી ઘટાડવા માટે આખો દિવસ ગરમ પાણી પીતા હોવ તો આ આદત બદલો. નિષ્ણાતોના મતે, આમ કરવાથી લોહીમાં પાણીની માત્રા વધવા લાગે છે.

કિડનીને નુકસાન: કિડની એ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તેમનું કામ ઝેર દૂર કરવાનું છે. તેની કાર્યક્ષમતા અમુક અંશે પાણી પર નિર્ભર છે, પરંતુ વધુ પડતા ગરમ પાણીનું સેવન કરવાથી કિડની પર અસર થઈ શકે છે.

ઉંઘ ન આવે: એક અભ્યાસ રિપોર્ટ્સ અનુસાર, જો રાત્રે સૂતી વખતે સતત ગરમ પાણીનું સેવન કરવામાં આવે તો તમને ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. વધુ પડતું પાણી પીવાથી પણ વારંવાર યુરિનની સમસ્યા થઈ શકે છે.

નસોમાં સોજો આવે: નિષ્ણાંતોના મત મુજબ, જો તમને તરસ ન લાગી હોય અને તમે છતાં પણ ગરમ પાણી પીતા હોવ તો તમારે નસોમાં સોજાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કહેવાય છે કે તેનાથી મગજની નસોમાં સોજો આવી શકે છે. તેથી, દિવસ દરમિયાન માત્ર મર્યાદિત માત્રામાં જ ગરમ પાણી પીવો. આ ગરમ પાણી પીવુએ યોગ્ય માત્રામાં બરાબર છે પરંતુ વધુ પડતો ઉપયોગ કરવો હિતવા નથી

આ પણ વાંચો

ખાસ પ્રકારની ચા પીયો અને પેટની હઠીલી ચરબી દૂર કરો.

આ વિડીયો જુવો…

આ સમાચારને શેર કરો