Placeholder canvas

વાંકાનેર: વિશિપરામાં ખરાબાની જમીનમાં મકાન, દુકાન અને તબેલો બનાવનાર 3 સામે લેન્ડગ્રેબિંગ

વાંકાનેરમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ કર્યાની ઘટના સામે આવી છે. જ્યાં વિશિપરામાં સરકારી ખરાબાની જમીનમાં મકાન, દુકાન અને તબેલો બનાવનાર 3 લોકો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના મામલતદાર ઉત્તમકુમાર વિનયભાઈ કાનાણી દ્વારા વાકાનેર ગામતળના સરકારી ખરાબામા સર્વે નંબર ૨૦૩માં આરોપી ચંપાબેન લાખાભાઈ તેજાભાઈ માલકીયાએ અન અધિકૃત રીતે રહેણાંક મકાન અને દુકાન તથા તબેલો, નાનજીભાઈ તેજાભાઈ માલકીયાએ પાકુ બાંધકામ વાળુ મકાન અને રામજીભાઈ તેજાભાઈ માલકીયાએ પણ પાકુ મકાન બનાવી જમીન પચાવી પાડવાના આશયથી કબ્જો કરી લઇ હાલ સુધી પોતાના કબ્જામા રાખી વપરાશ કરતા હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં દાખલ કરી હતી.

આ ફરિયાદીના આધારે વાંકાનેર સીટી પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની ક ૪(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો