Placeholder canvas

તીથવા ખાતે યુવરાજ કેસરીદેવસિંહજીએ લોકોના પ્રશ્નો સાંભળ્યા અને નિરાકરણની ખાતરી આપી

ગતરાત્રે તીથવામાં જિલ્લા પંચાયતના ઉમેદવારના પ્રચાર માટેની મિટિંગમાં ભાજપના ઉમેદવારોને વિજય બનાવવાની આગેવાનોની અપીલને વધાવી લેતા લોકો

તીથવા, સિંધવાદર, પાંચદ્વારકા અને અરણીટીંબા તેમજ આજુબાજુના ગામના ખેડૂતોએ મચ્છુ 1 ડેમની કેનાલ વધુ 10 દિવસ લંબાવવાની ‘બાપા’ પાસે રજૂઆત કરી

વાંકાનેર તાલુકાના તીથવા ગામે ગત રાત્રે જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારના પ્રચાર પ્રસાર માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તીથવા ગામ તેમજ આ મત ક્ષેત્રના અન્ય ગામના આગેવાનોએ હાજરી આપી હતી.

આ મિટિંગમાં વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહજી ‘બાપા’, ભાજપના મહામંત્રી અને કોઠારીયા ગામના સરપંચ કિશોરસિંહ ઝાલા, રાતીદેવડી ગામના અને મોરબી જિલ્લા ભાજપ મંત્રી રસિકભાઈ વોરા, રાજભા ઝાલાઅને એ.જે.ભાઈએ
હાજરી આપી હતી. આગેવાનોએ મતદારોને ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી તેમને લોકો અને આગેવાનોએ વધાવી લીધી હતી.

આ મીટિંગ દરમિયાન તીથવા, સીંધાવદર, પાંચદ્વારકા અને અરણીટીંબા ગામના આગેવાનોએ મચ્છુ-૧ ની કેનાલ વધુ દસ દિવસ લંબાવવાની રજૂઆત કેસરી બાપા સમક્ષ કરી હતી. કેસરિબાપાએ તુરત જ મચ્છુ-૧ એરીગેશન કમિટીના સભ્ય કિશોરસિંહ ઝાલાને આ બાબતે અધિકારી સાથે વાત કરવા જણાવ્યું હતું. કિશોરસિંહ એવી ખાતરી આપી હતી કે કેનાલ શરૂ થઈ એ પહેલાં મળેલી મિટિંગમાં અમારી એવી રજૂઆત ઓલરેડી હતી જ કે આ વખતે 90 દિવસને બદલે તો 100 દિવસ સુધી કેનાલ ચલાવવામાં આવે, આમ છતાં અધિકારી સાથે વાત કરીને ખેડૂતના કોઈપણ પાકને એક વધુ પિયત (પણ) માટે તકલીફ ન પડે એ માટે અમારા હર હંમેશા પ્રયત્નો રહેશે.

છેલ્લે કેસરીદેવસિંહજીએ તમામ આગેવાનો અને ખાસ કરીને યુવા કાર્યકરોને મતદાનના દિવસે કોઈ મત રહી ન જાય અને વધુમાં વધુ મતદાન ભાજપ તરફી થાય એ માટે કામમાં લાગી જવા હાકલ કરી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો