તમારું કામ શરૂ હો, મને મારા કાગળ્યા મળી ગિયા, ભગવાન તમારું ભલું કરે…

તમારું કામ શરૂ હો, મને મારા કાગળ્યા મળી ગિયા, ભગવાન તમારું ભલું કરે… આ શબ્દો આજે સાંજે લગભગ પોણા સાત વાગે મોબાઈલમાં સાંભળવા મળ્યા… એ શબ્દો હતા સવજીભાઈ જીંજુવાડીયાના એમની ઓરીજનલ અને ઝેરોક્ષ ડોક્યુમેન્ટ સાથેની થેલી આજે સવારે પ્રતાપ રોડ પર બંધુસમાજના દવાખાના પાસે પડી ગઈ હતી જે ત્યાંથી પસાર થતાં અને બધું સમાજના મેડિકલ સ્ટોરમાં દવા લેવા આવનાર વ્યક્તિને મળી હતી તેમને બધું સમાજ મેડિકલ સ્ટોરમાં સેવા આપતા લખનભાઈ ગોધવાની ને આપી હતી લખનભાઈએ કપ્તાન કાર્યાલયમાં ફોન કરીને આ સંપૂર્ણ વિગત જણાવતા કપ્તાનમાં આ સંપૂર્ણ વિગત અપલોડ કરવામાં આવેલી અને ત્યારબાદ પોણા બે કલાકમાં સવજીભાઈ બંધુ સમાજના મેડિકલ સ્ટોરે ડોક્યુમેન્ટ સાથેની થેલી લેવા પહોંચ્યા હતા.

સવજીભાઈ બંધુ સમાજ દવાખાના ના મેડિકલ સ્ટોરે પહોંચ્યા ત્યારે લખન ભાઈએ સવજીભાઈ સાથે વાત કરાવી હતી ત્યારે તેમને ઉપરોક્ત શબ્દો કહ્યા હતા, સવજીભાઈ મજૂરી કામ કરતા હોય તેવું તેના ચહેરા ઉપરથી લાગે છે. તેઓની માટે આ ખૂબ ઉપયોગી ડોક્યુમેન્ટ મળતા તેઓ “રાજીના રેડ” થઈ ગયા હતા અને આભાર માન્યો હતો.

આમ આજે બંધુ સમાજ સુધી થેલી પહોંચાડનાર અજાણ્યા ભાઈ, મેડિકલ સ્ટોર વાળા લખનભાઈ અને અમોને કપ્તાન દ્વારા કોઈકને ઉપયોગ થયાનો આનંદ મળ્યો…

આ સમાચારને શેર કરો