અમદાવાદમાં હવે કાળા નહીં, સફેદ રોડ જોવા મળશે !!!
અમદાવાદ: શહેરમાં હવે કાળા નહીં, સફેદ રોડ જોવા મળશે. ગુજરાતમાં પહેલીવાર અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ રોડ તૈયાર થયો છે. CM ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં આ રોડ તૈયાર થઈ રહ્યો છે. 1500 મીટર લાંબો, 7.5 મીટર પહોળો આ રોડ 9 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. ડામરના રોડ કરતા વ્હાઈટ ટોપિંગ રોડ વધુ ટકાઉ, સુરક્ષિત અને સુવિધાયુક્ત છે.
અમદાવાદ મનપાના મતે આ રોડનું આયુષ્ય લાંબુ છે અને ખાસ વરસાદ સમયે તેની પર ખાડા પડવા કે તૂટતા નથી. એટલું જ નહીં, ડામરના રોડને તૈયાર કરવામાં જ ખર્ચ થાય છે. તેનાથી થોડા જ વધુ ખર્ચે વ્હાઈટ ટોપિંગ રોડ તૈયાર થાય છે. ખાસ વાત એ છે કે, આ રોડ ઉનાળામાં ઠંડા રહેશે, પીગળે નહીં અને સફેદ હોવાને કારણે રાત્રે પણ ઓછા પ્રકાશે જોઈ શકાશે. AMCના મતે શહેરના 48 વોર્ડમાં બે મોટા રોડને આ પદ્ધતિથી તૈયાર કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુખાકારી માટે એક નવતર પ્રયોગના ભાગરૂપે થલતેજ તથા બોડકદેવ વોડમાંઆવેલ ગુરુકુળ રોડનો નવેસરથી વાઈટ ટોપિંગ પદ્ધતિથી ગુજરાતમાં સૌપ્રથમ વાર ઉપયોગ કરી નવીનીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર વાઇટ ટોપિંગ રોડ બન્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાએ પ્રથમ રોડ બનાવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા વિસ્તારમાં રોડ બન્યો છે. આ રોડની લંબાઈ આશરે 1500 મીટર છે અને રોડની પહોળાઈ 7.5 મીટર છે. જ્યારે રોડનો અંદાજિત ખર્ચ નવ કરોડ રૂપિયા છે.
આ રોડ પર 10થી વધુ વર્ષ સુધી ખાડા ન પડવાની ગેરન્ટી છે. વાઇટ ટોપિંગ રોડ પર વરસાદી પાણી ભરાશે નહીં. વરસાદી પાણી ભરવાથી સમસ્યાથી વાહનચાલકો મુક્તિ મળશે. વરસાદ માહોલ વચ્ચે રોડ ધોવાણ અને ખાડા પડવાની સમસ્યાથી છૂટકારો મળશે. વાઇટ ટોપિંગ રોડ પર ધોવાણ અને ખાડા પડશે નહીં. ગરમીમાં રોડ પર ઠંડક રહેશે, વાહનોના ઇંધણ બચત કરશે. આ રોડ રાત્રી દરમિયાન પ્રકાશ પ્રતિબિંબમાં વધારો કરશે અને પ્રવાસીઓને સલામતી મુસાફરી આપશે. વાઈટ ટોપિંગ રસ્તાઓ વાહન ચલાવવા માટે વધુ આરામદાયક રહેશે. કોંક્રીટ રોડની સપાટી વાહનોને સરકતા અટકાવે છે.
ડામરને બદલે વાઈટ ટોપિંગ રોડ પર બ્રેકિંગનું અંતર ઓછું કરે છે. વાઈટ ટોપિંગ રસ્તાઓ વરસાદ પછી ખૂબ ઝડપથી સુકાઈ જાય છે. રોડની બન્ને બાજુ સ્ટોમ વોટર લાઇન, પાણીના ઝડપી નિકાલ માટે સ્લોપ અપાયો છે. વાઇટ ટોપિંગ રોડ તોડી તેનો ફરી રિસાયકલ ઉપયોગ કરી શકાય છે. ડામર રોડ રિસરફેશ રૂપિયા 1450 પ્રતિ ચોમી ખર્ચ છે, જ્યારે વાઇટ ટોપિંગ પાછળ રૂપિયા ૧૬૦૦ પ્રતિ ચોમી ખર્ચ આવે છે. ડામર રોડ બેજથી જ નવો કરવો હોય તો પ્રતિ ચોમી રૂપિયા 2450 ખર્ચ આવે છે. વાઇટ ટોપિંગ બેજથી નવો કરવો હોય તો પ્રતિ ચોમી રૂપિયા 2600 ખર્ચ આવે છે.
ડામર રોડ દર ત્રણથી પાંચ વર્ષે રિસરફેશ કરવો પડે છે, જ્યારે ચોમાસામાં ડામર રોડ ડેમેજ થવાની ફરિયાદ મળે છે. વાઇટ ટોપિંગ રોડ બન્યા પછી 10 વર્ષ સુધી કોઇ પણ ચોમાસામાં નુકશાન થતું નથી. એએસમી દ્વારા નાણાકીય વર્ષમાં 400 કરોડની જોગવાઇ વાઇટ ટોપિંગ રોડ માટે કરી છે. શહેરના 48 વોર્ડના દરેક બે મોટા રસ્તાઓ વાઇટ ટોપિંગ પદ્ધતિથી તૈયાર કરાશે. શહેરમાં વરસાદી પાણી ભરાતા રોડ પર વાઇટ ટોપિંગ રોડ કરાશે.