Placeholder canvas

વાવાઝોડાએ દિશા બદલતાં ચિંતા વધી:ચાર દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી.

બિપરજોયને લઈને વહીવટી તંત્ર એલર્ટ

વાવાઝોડાએ દિશા બદલતાં ચિંતા વધી:ચાર દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. જિલ્લા અને તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે.

ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. વલસાડના તિથલ બીચને બંધ કરીને ત્રણ કિલોમીટર સુધી કડક પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 830 કિલોમીટર દૂર છે. તો આગામી તારીખ 11 અને 12 જૂન એમ બે દિવસ રોરોફેરી સેવા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

આ સમાચારને શેર કરો