વાંકાનેર

આજે જાહેર થયું ધો.10નું બોર્ડનુ પરિણામ…., જાણો કોણ છે આ વખતે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ?

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધો.10ના પરિણામમાં વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થી જાડેજા સ્નેહરાજસિંહ સત્યપાલસિંહે 99.89 PR અને 96.83% સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમ મેળવેલ છે. આ સાથે વાંકાનેરના વાલીઓ માટે જાણવાલાયક રોચક ઇતિહાસ એ છે કે 2015ની સાલથી સતત 10મી વખત એટેલે કે છેલ્લા 10 વર્ષથી ધો.10 (S.S.C.)ના પરિણામમાં વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમ મેળવી જ્ઞાનગંગા સ્કુલે સફળતાનું મેદાન સર કર્યું છે. આ સાથે અમો આપને છેલ્લા 10 વર્ષમાં વાંકાનેર કેન્દ્રમાં ધો.10 માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી સેર કરી છીએ…
આ સમાચારને શેર કરો