Placeholder canvas

વાંકાનેર: સિંધાવદરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખેરવા ખાતે કિશોરીઓની આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો.

વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્યો કેન્દ્ર સિંધાવદરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખેરવા ખાતે શક્તિ યોજના અંતર્ગત કિશોરીઓની આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો.

મોરબી જિલ્લામાં .જિલ્લા વિકાસ અધિકારી, ડી.ડી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંધાવદર ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખેરવા દ્વારા પૂર્ણા શક્તિ યોજના અંતર્ગત શાળાએ જતા તેમજ શાળાએ ન જતા કિશોરીઓના વજન, ઊંચાઈ, હિમોગ્લોબીન તપાસ તેમજ BMIના અનુસંધાને જરૂરીયાતવાળા કિશોરીઓને આયર્ન ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવી, અને કિશોરીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ.

આ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર ડો આરીફ શેરસીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંધાવદર ના મેડિકલ ઓફિસર ડો. દીશીતા મેડમ આયુષ મેડિકલ ઓફિસર ડો ભાવિકા મેડમ ના માર્ગદર્શન હેઠળ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પ્રતિકભાઈ તથા તેમના fhw નાજમીનબેન અને mphw સબીરભાઈ અને આશા દ્વારા સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવેલ.

આ સમાચારને શેર કરો