Placeholder canvas

ગુજરાત કોંગ્રેસની કમાન હવે શક્તિસિંહના હાથમાં

ગુજરાત કોંગ્રેસમાં નવા અધ્યક્ષની નિમણૂક કરાઈ છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)એ ગુજરાત કોંગ્રેસની કમાન રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલને સોંપી છે. તેઓ અત્યારે દિલ્હી અને હરિયાણાના પ્રભારી હતા. તેમને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બનાવતાં દિલ્હી અને હરિયાણાના પ્રભારી તરીકેની જવાબદારીમાંથી મુક્તિ અપાઈ છે,

ગુજરાત કોગ્રેસના અધ્યક્ષની રેસમાં વિધાનસભામાં વિરોધપક્ષના નેતા રહેલા પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી અને દીપક બાબરિયા હતા. પરંતુ આ બંને નામોની વિચારણા વચ્ચે સૌરાષ્ટ્રના ક્ષત્રિય આગેવાનની પસંદગી કરાઈ છે. એટલું જ નહીં, શક્તિસિંહ ગોહિલની ખાલી પડેલી દિલ્હી અને હરિયાણાના પ્રભારીની જવાબદારી દીપક બાબરિયાને સોંપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો