skip to content

રાજકોટ: ગેસની લાઇનનું ખોદકામ દરમિયાન JCBમાં લાગી આગ..

રાજકોટમાં ગેસની લાઈનનું ખોદકામ કરતા હતા એ દરમિયાન ખોદકામ કરતાં જેસીબીમાં અચાનક આગ લાગી ગઈ હતી, ડ્રાઇવર જેસીબીમાંથી નીચે ઉતરી જતા પોતાની જાન બચાવી શક્યો હતો.

મળેલી માહિતી મુજબ રાજકોટના ૮૦ ફૂટ મેઈન રોડ, આજી GIDC ખાતે ગેસની લાઇન ખોદકામ દરમિયાન JCBમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાની સાથે jcb ના ડ્રાઈવરે આગમચેતી વાપરીને જેસીબી નીચે ઉતરી ગયા હતા જેમના કારણે તેમની જાન બચી ગઈ હતી. થોડા સમયમાં જ જેસીબીમાં આગે એકદમ મોટું સ્વરૂપ લીધું હતું. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી પરંતુ ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધીમાં જેસીબીમાં માત્ર લોખંડનો માચળો જ બચ્યો હતો. સદ્નસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

આ સમાચારને શેર કરો