વાંકાનેર: સીરામિક્સના મશીનમાં ખીજડીયાના યુવકનું માથુ આવી જતા થયું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ ઇન્ટેજીન સીરામીક ફેકટરીમાં કામ કરતી વખતે અકસ્માતે મશીનમાં મજૂરનું માથું આવી જતા મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ વાંકાનેરના ખીજડીયા ગામે રહેતા માથકીયા ઇનજેમાઇલભાઇ હુશેનભાઇ (ઉ.વ. ૨૫) નામના શ્રમિક ગત તા.૯ ના રોજ વાંકાનેરના માટેલ રોડ ઇન્ટેજીન સીરામીક ફેકટરીમાં કામ કરતા હતા. તે દરમિયાન અકસ્માતે મશીનમાં તેમનુ માથુ આવી જતા ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.