ટંકારા: અમરાપર સહકારી મંડળીની ચૂંટણીમાં એક પેનલના 10 અને બીજી પેનલના 5 સભ્યો ચૂંટાયા…

ટંકારા તાલુકાના અમરાપર ગામે ખેડૂતની સહકારી મંડળીની ચુંટણી માટે ભારે મતદાન થયા બાદ પરીણામમાં પરોજણ ઉભી થઈ હતી રિકાઉટિંગ બાદ પણ હરીફ ઉમેદવારોએ રોજકામમાં સહિ ન કરી અસંતોષ વ્યક્ત કર્યો ગણતરી લવાદમા લઈ જવાની તૈયારી કરતી કાતર પેનલ

ટંકારા તાલુકાના અમરાપર ગામે આવેલ સેવા સહકારી મંડળીના પ્રમુખ સહિતના 15 સભ્યો માટે 25 જુલાઈ ના ચુંટણી યોજાઈ હતી જેમાં 418 સભાસદ મતદારો પૈકી 406 ખેડૂતો એ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો બપોર બાદ ગણતરી કરવામાં આવી હતી જેમા ચુંટણી અધિકારી તરીકે યુ એ કડિવાર દ્વારા નિયમોનુસાર બેલેટ પેપરમાં ત્રણ ઉમેદવારો મા ટાઈ થઈ હોય રિકાઉન્ટિંગ ગણતરી કરી પરીણામ જાહેર કરતા કુકર નિશાન વાળા જુથના 15 સભ્યો માથી 10 સભ્યો ચુંટાઈ આવ્યાનું જાહેર થતા કાતર પેનલના 5 સભ્યો વિજેતા જાહેર થતા અનેક સવાલો સાથે કાતર પેનલે કુકરી ગાંડી કરી પરીણામ પંચરોજકામમા સહિ કરવાની ના પાડી સક્ષમ અધિકારીની હાજરીમાં ફરી મતગણતરી કરવાની માગણી કરી લેખિત રજૂઆત કરતા મામલો ચકરાવે ચડયો છે.

કાતર પેનલે મતગણતરીમાં ગોલમાલના આક્ષેપ લગાવ્યા છે બિજી તરફ ચુંટણી અધિકારી કડીવાર સાથે ટેલિફોન સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે નિયમોનું પાલન કરી પરીણામ જાહેર કર્યુ છે હાજર ઉમેદવાર અને પોલીસ સહિતના ની હાજરીમાં રોજકામ કર્યુ છે અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ બેઠક ટાઈ થતા રિકાઉટિંગ બાદ પરીણામ અલગ આવતા ભારે રોષ ફેલાયો હતો કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શાંતી સલામતી બની રહે માટે અગાઉથી પોલીસને જાણ કરતાં ટંકારા પિએસઆઈ સેડા બિટ જમાદાર સિદિકીભાઈ અને રાઈટર બિપીનભાઈ પટેલે આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર ચંદુભાઈ જીઆરડી જવાનો સહિતનો સ્ટાફ હાજર રહો હતો.

આ સમાચારને શેર કરો