Placeholder canvas

વાંકાનેર: દોશી કોલેજની બે વિદ્યાર્થીનીઓએ મેળવ્યો ગોલ્ડ મેડલ

વાંકાનેર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ કોલેજમાં સૌથી વધુ માર્ક્સ મેળવવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી વાંકાનેરની દોશી કોલેજની બે વિદ્યાર્થીનીઓ (1) સાજમીન ઈસ્માઈલભાઈ બાદી (ગામ : ટોળ , તા: ટંકારા ) ને ગુજરાતી વિષયમાં બે ગોલ્ડ મેડલ અને (2)વર્ષા વાલજીભાઈ ધવલ ( ગામ : ભાયાતી જાંબુડીયા , તા : વાંકાનેર ) ને અર્થશાસ્ત્ર વિષયમાં એક ગોલ્ડ મેડલ એનાયત કરેલ છે.

તા.1/2/2022 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56માં દીક્ષાંત સમારોહમાં ઉપરોક્ત બંને વિદ્યાર્થીનીઓને ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના વર્ચ્યુઅલ આશીર્વાદથી અને કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી જીતુભાઇ વાધણી તથા રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે તેઓએ ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ દોશી કોલેજમાં એક વિદ્યાર્થીનીને અર્થશાસ્ત્ર વિષયમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. અહીં એ પણ નોંધ લેવા જેવી છે કે દોશી કોલેજમાં જે ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા છે એ ત્રણે ત્રણ વિદ્યાર્થીનીઓને મળેલ છે. આ વર્ષે ટંકારા તાલુકાના ટોળ ગામની અને મોમીન સમાજની દીકરી સાજમીન બાદી અને વાંકાનેર તાલુકાના ભાયાતિ જાંબુડિયા ગામની અને વણકર સમાજની દીકરી વર્ષા ધવલ તેમજ આ પૂર્વે જે વિદ્યાર્થીનીએ ગોલ્ડ મેડલ મળ્યો હતો તે આમ આ ત્રણે દીકરીઓ એ વાંકાનેરનું અને તેમના સમાજનું ગૌરવ વધારેલ છે તેઓ પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં ખૂબ આગળ વધે અને ખૂબ સારી સફળતા મળી તેવી કપ્તાન ગ્રુપ તરફથી શુભેચ્છાઓ.

દોશી કોલેજ ની આ બંને વિદ્યાર્થીનીઓ અને તેમના પ્રોફેસરોને દોશી કોલેજ પરિવારના ટ્રસ્ટીઓ, સેક્રેટરી, આચાર્ય અને સમગ્ર સ્ટાફે અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો