Placeholder canvas

ટંકારામાં પિજીવિસીએલની બે ભાગમાં વહેંચણી:વિરપર પેટા વિભાગ કચેરી કાર્યરત

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા પિજીવિસીએલની બે ભાગમાં વહેંચણી કરી વિરપર પેટા વિભાગ કચેરી કાર્યરત કરવામાં આવી. ટંકારા ડે. ઈજનેર આર. જી. સોજિત્રાની વિરપર પેટા વિભાગમાં મુક્યા તેની જગ્યાએ વાકાનેરથી ડે. ઈજનેર સી. પી. ખાંટ મુકાયા. વિજ જોડાણ અને ગ્રાહકોની ફરિયાદ હવે તાત્કાલિક નિકાલ થશે. વધુ ગામડા અને ઔધોગિક વિકાસને કારણે ટંકારા કચેરીમાં ભારણ વધી ગયું હતું.

ઔધોગિક વિકાસ વચ્ચે ધર વિજ જોડાણ અને ખેતીવાડી કનેક્શનનો વ્યાપ વધતા ટંકારા પિજીવિસીએલ કચેરીને બે ભાગમાં વહેંચી નવા પેટા વિભાગ શરૂ કરવામાં આવ્યા છે જે હવેથી વિરપર અને ટંકારા નામે ઓળખાશે જ્યા જરુરી મહેકમ અને અધિકારીઓ કર્મચારીઓથી વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે.

જેમા ટંકારા વિભાગના ડે. ઈજનેર આર. જી. સોજિત્રાની નવી વિરપર પેટા વિભાગમાં બદલી કરવામાં આવી છે જેની જગ્યાએ વાકાનેરથી ડે. ઈજનેર સી. પી. ખાંટ એ ચાર્જ સંભાળ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે કુલ 33 ગામડા ટંકારા હેઠળ હતા ત્યારે હવે વિરપર પેટા વિભાગમાં 14 અને ટંકારા વિભાગમાં 19 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથેજ હવે વિજળી ગુલ લોડ વધારો ધટાડો અને ફોલડ સહિતની સમસ્યા માથી ગ્રાહકોને છુટકારો મળશે અને નવા જોડાણો પણ તાત્કાલિક વિજ પુરવઠો આપી શકાશે. જોકે વિરપર નવુ બિલ્ડીંગ તૈયાર થાય ત્યા સુધી કચેરી 66 કેવી પાસે લજાઈ ચોકડી ઉપર કાર્યરત રહશે.

આ સમાચારને શેર કરો