Placeholder canvas

વાંકાનેર: હાઇવે જકાતનાકા પાસે ટ્રાફિકને ભારે અડચણરૂપ રિક્ષા, ઈકો અને લારીઓ પોલીસને દેખાતી કેમ નથી ?

કેટલાય પોલીસ અધિકારીઓ બદલાયા પરંતુ હાઇવે જકાતનાકે ટ્રાફિકને અડચણરૂપ થતા ગેરકાયદેસર રિક્ષા અને ઈકોનો જમાવડો થયાવત…

વાંકાનેર સીટી પોલીસ મથકમાં કેટલાય પોલીસ અધિકારીઓ બદલાયા પરંતુ વાંકાનેર શહેરની ટ્રાફિક સમસ્યા જૈસે થે જ રહી છે, જેમાં વાંકાનેર હાઇવે જકાતનાકની વાત કરીએ તો અનેક રજૂઆતો બાદ પણ આજ સુધી વાંકાનેરના કોઈ પણ કડક અધિકારી દ્વારા અહીં માથાભારે રિક્ષા અને ઈકો ચાલકો દ્વારા ગેરકાયદેસર કરવામાં આવતા વાહન પાર્કિંગ અને પેસેન્જર ભરવા બાબતે કોઈ કામગીરી કરવામાં આવી નથી….

હાઇવેની ચારે બાજુ રિક્ષા અને ઈકોના જમાવડા વચ્ચે પોલીસ બાઈક ચાલકોની પાવતી ફાડવામાં વ્યસ્ત…

આ બાબતે વાંકાનેર શહેરના હાઇવે જકાતનાકે મોરબી તરફ, ચોટીલા તરફ, વાંકાનેર શહેર તરફ અને મહાવીર આઈસ્ક્રીમ તરફ એમ ચારે બાજુના રોડ પર માથાભારે ઈકો અને રિક્ષા ચાલકોનો જમાવડો જોવા મળે છે. આ રિક્ષા અને ઈકો ચાલકો હાઈવેના ચારે બાજુના રોડ પર કબ્જો જમાવી રોડ વચ્ચેથી પેસેન્જરો ભરતા હોય છે, જેના કારણે અહીંથી પસાર થતાં નાગરિકો અને વાહનચાલકોને ભારે તકલીફ પડતાં ટ્રાફિક સમસ્યા ઉદભવે છે, જેના કારણે રોજબરોજ નાના-મોટા અકસ્માતો બનતા હોય છે…

રોજબરોજ હાઇવે જકાતનાકે થતાં અકસ્માતો પાછળ વાંકાનેર પોલીસ જવાબદાર….

છાસવારે વાંકાનેર શહેરના હાઇવે જકાતનાકે નાના મોટા અકસ્માતોના બનાવો બનતા હોય છે, જેમાં અત્યાર સુધીમાં અનેક નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે, છતાં પણ વાંકાનેરના જવાબદાર પોલીસ અધિકારીઓ દ્વારા આજ સુધી બાબતે કોઈ કામગીરી કરવામાં આવી નથી. એસી ઓફિસમાં બેસી કામગીરી કરતા આ પોલીસ અધિકારીઓ કોઈ દિવસ વાંકાનેર શહેરના માર્ગો પર નિકળે તો રોજબરોજ આમ જનતાને પડતી તકલીફો સમજી શકાય….

કાનમાં કહું…: સાહેબની ગાડી છે જવા દો…. પેસેન્જર વાહનોમાં પોલીસ કર્મચારીઓનો ભાગ….

બાબતે ખાનગી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર વિસ્તારમાં રાજકોટ, મોરબી, ચોટીલા સહિતના અલગ અલગ વિસ્તારોમાં ચાલતા વાહનોમાં ખાનગી રીતે ઘણાં બધાં પોલીસ કર્મચારીઓનો ભાગ હોય, જેના કારણે બાબતે આજસુધી પોલીસ વિભાગ દ્વારા આ બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, કારણ કે જો કામગીરી કરવામાં આવે તો ડ્રાઇવર દ્વારા મોટા ભાગે એક જ જવાબ મળે છે, ‘ સાહેબની ગાડી છે, જવા દો….

હાઇવે પરની આ ટ્રાફિક સમસ્યા પોલીસને તો દેખાતી નથી પણ વાંકાનેરમાં કહેવાતા લોકનેતા અને લોકપ્રશ્નનેહંમેશા લડવાના બૂંગિયા ફેંકતા કોઈ આગેવાનને પણ દેખાતી નથી….!!! ‘કાગડા બધાય કાળા જ હોય’ આ કહેવત સાચી જ છે….

હદ તો ત્યાં થાય છે કે જુઓ ઉપરની તસવીરમાં પોલીસની ગાડી ઊભી છે અને તેમને આજુબાજુમાં પેસેન્જર વાહનો ખડકલો દેખાતો નથી.. તો ગાડી અહીંયા શું મોથ મારવા આવી છે ? કે માત્ર દેખાડો કરવા જ આવી છે કે પછી……….?

આ સમાચારને શેર કરો