Placeholder canvas

અંબાલાલ પટેલની આગાહી: 25થી 30 જૂન દરમિયાન અતિભારે વરસાદની શકયતા

વાવઝોડા બાદ રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે.જો કે હવે રાજ્યમાં વિધીવત રીતે ચોમાસું ક્યારે બેસે તેની રાહ જોવાઈ રહી છે. તેવામાં આ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે, હવે જલદી ચોમાસું ગુજરાતમાં આવી જશે. ભારેથી અતિભારે વરસાદ થશે અને નદીઓ બે કાંઠે વહેતી થશે.

આગામી તા.25થી 30 જૂનમાં રાજ્યના ભાગો ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.તેમણે કહ્યું કે, મધ્ય ગુજરાત,ઉત્તર-મધ્ય,પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.આ ઉપરાંત આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે.

આ સમાચારને શેર કરો