skip to content

ધોરણ 10 અને 12 સાયન્સ/ કોમર્સમાં A1અને A2 ગ્રેટ મેળવનાર વિદ્યાર્થીનો ફોટો અને ટૂંકો પરિચય કપ્તાનમાં મોકલો…

આજે ધોરણ 10 અને 12 કોમર્સ/ સાયન્સનું પરિણામ છે,આ પરીક્ષામાં જે જે વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવ્યુ છે તેમની પીઠો થબથબાવવાની પહેલ કપ્તાન કરી રહ્યું છે. જે વિધાર્થીઓએ ધોરણ 10 માં અને 12 કોમર્સ સાયન્સમાં એ વન ગ્રેડ એટલે કે 91 થી 100 ટકા અને એ ટુ ગ્રેટ એટલે કે 81 થી 90 ટકા મેળવ્યા હોય તેઓએ તેમનો પરિવાર સાથેનો એક ફોટો અને માતા પિતા નું નામ, સરનામું, સ્કૂલનું નામ અને ઓનલાઇન ડાઉનલોડ કરેલ રીઝલ્ટ કપ્તાનના whatsapp નંબર 98799 30003 પર મોકલી આપો જે કપ્તાનમાં વિનામૂલ્ય અપલોડ કરશે.
આ જે વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવ્યું છે તેમની પીઠ થબથબાવવાનો કપ્તાનનો પ્રયાસ છે. આ જોઈને હવે પછી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેની આ પહેલ કરી છે. કપ્તાનના આ પ્રયાસથી જે જે વિદ્યાર્થીઓના ફોટા અપલોડ થશે તે જોઈને હવે પછી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આખું વર્ષ દરમિયાન સારી મહેનત કરીને આવનાર વર્ષમાં પોતાનો ફોટો પણ કપ્તાનમાં આવે તે માટે ખૂબ મહેનત કરશે અને સારું પરિણામ મેળવશે એવી શુભ આશા સાથે…. અમારો આ નમ્ર પ્રયાસ છે. આશા છે સૌનો સહકાર મળશે.
આજે બોર્ડની પરીક્ષાના પરિણામમાં જે વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ મેળવ્યું છે તેવો તેમજ જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેઓને કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન સાથે ઉચ્ચતમ કારકિર્દીક ઘડવા માટેની ખુબ ખુબ શુભેચ્છાઓ…

કપ્તાન ન્યૂઝ
પ્રથમ માળ, રાજલક્ષ્મી ચેમ્બર, જકાતનાકા, નેશનલ હાઇવે, વાંકાનેર.
વોટ્સએપ નં. 9879930003

https://www.facebook.com/kaptaannews
આ સમાચારને શેર કરો