skip to content

વાંકાનેર: હાઇવે પર બાઇક સ્ટંટ કરતાં યુવાકોને પોલીસે પકડીને કાયદાનું ભાન કરાવ્યુ…

વાંકાનેર :27 બેશનલ હાઇવે પર પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકી બાઇક સ્ટંટ કરતાં બે યુવાનોના વિડિયો ગઇકાલે સાંજના સોસીયલ મિડિયામાં વાયરલ થયા બાદ પોલીસ દ્વારા 24 કલાકમાં જ આ બંને સ્ટંટબાજ યુવકોને કરી ઝડપી લીધા બાદ કાયદાનું ભાન કરાવાયું હતું.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર સાંજના સમયે બે યુવાનો દ્વારા પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકી બાઇક સ્ટંટ કરતાં વિડિયો સોસીયલ મિડિયામાં વાયરલ થયા હતા, જે બાદ પોલીસ દ્વારા Raider_king_09 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરેલ વિડિયોના આધારે તપાસ કરી જોખમી બાઈક સ્ટંટ કરનાર સચીનભાઈ ભગવાનજીભાઈ જાદવ (રહે. દિગ્વિજયનગર, વાંકાનેર) અને રેહાન રમજાનભાઈ કટીયા (રહે. નવાપરા, વાંકાનેર)ને બાઇક સાથે ઝડપી પાડી બંને યુવકોને કાયદાનું ભાન કરાવી તેની વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ 207 હેઠળ કાર્યવાહી કરી હતી.

આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઇ બી. પી. સોનારા, હેડ કો. વી. એન. સારદીયા, ચમનભાઈ ચાવડા, કો. હરિશ્ચંદ્રસિંહ ઝાલા, રવીભાઈ કલોત્રા, વિજયભાઈ ડાંગર, અજયસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

આ સમાચારને શેર કરો