વાંકાનેર: નગરપાલિકાના ઉપપ્રમુખ પદે જીતુભાઈ સોમણીની બિનહરીફ વરણી
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ રાજીનામુ આપતા ખાલી પડેલા ઉપપ્રમુખ પદ માટે આજે ઉપપ્રમુખની ચૂંટણી માટે સભા બોલાવવામાં આવી હતી.
જેમાં ડેપ્યુટી કલેક્ટર દ્વારા નિયમ મુજબ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી પાલિકાના તમામ સદસ્યોની હાજરીમાં ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભરવા માટે ૧૫ મિનિટનો સમય આપવામાં આવેલ હતો. પરંતુ જીતુભાઈ સોમાણી સિવાય અન્ય કોઈનું ઉમેદવારી પત્ર ન આવતાં વાંકાનેર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે જીતુભાઈ સોમાણીને બિનહરિફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા.
આ તકે નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, ઇન્દુભા જાડેજા, પૂર્વ ઉપપ્રમુખ જાડેજા ધર્મેન્દ્રસિંહ, મહામંત્રી ગજેન્દ્રસિંહ, મહામંત્રી મેરૂભાઈ તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો તેમજ ચિરાગ સોલંકી હાજર રહ્યા હતા. અને જીતુભાઈ સોમાણીને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા