મોરબી: વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, આજનો આંકડો 5
6 લોકો સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ : મોરબી જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 165 પર પહોંચ્યો.
મોરબી : મોરબીમાં આજે સવારે આવેલા બે કોરોના પોઝિટિવ કેસ બાદ સાંજે જામનગર મોકલાયેલા સેમ્પલમાંથી 3 લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આજે કુલ 5 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમની સાથે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 165 પર પહોંચી ગયો છે. જયારે ગાઈ કાલે કોરોનાના કારણે વાંકાનેરના વાંકિયા ગામના વૃઘ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જયારે આજે વધુ 6 લોકો કોરોનામાંથી સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
શનિવારે સાંજે 6.30 વાગ્યે જાહેર થયેલા નવા કોરોના કેસની મળતી વિગાય મુજબ મોરબી શહેરના કાલિકા પ્લોટમાં રહેતા રમાબેન નાથાભાઇ ભદ્રા (ઉ.75) તેમજ મોરબી શહેરના વણકરવાસમાં રહેતા પ્રાણજીભાઈ પૂંજાભાઈ વાઘેલા (ઉ.60) અને મોરબી શહેરના સામાંકાંઠે પરશુરામનગરમાં રહેતા ગોસાઈ હરેશગીરી મોજગીરી (ઉ.45)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે.
જયારે આજે આરોગ્ય વિભાગના જણાવ્યા મુંજબ વાકાંનેરના વાંકિયા ગામના 60 વર્ષના વૃદ્ધનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેમજ આજે મોરબિના 5 અને વાંકાનેરનો 1 વ્યક્તિ કોરોનામાંથી સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
જયારે મોરબી જિલ્લાના કુલ 165 કેસમાંથી 83 લોકો સારવાર હેઠળ છે જયારે 72 લોકો કોરોના સામે જંગ જીતી ગયા છે. અને અત્યાર સુધીમાં કુલ 10 કોરોના દર્દીના મૃત્યુ નિપજ્યા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IiJDSbwHVEbD7qcQFmyTA4
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…