Placeholder canvas

વાંકાનેર:ફાઈન સીરામીકના મજુર કવાટર્સમાં લૂંટ કરનાર આરોપી જામીન મુક્ત

વાંકાનેર: ફાઈન સિરામિકના કારખાનામાં મજુર ક્વાટર્સમાં લુટ કરનાર આરોપીને કોર્ટે આજે જામીન મંજૂર કરેલ છે.

આ કેસની ટૂંકમાં હકીકત એવી કે ગત તા.૦૫-૦૨-૨૦૦૦ ના રોજ ઢૂવા પાસેના ફાઈન સીરામીક કારખાનામાં આરોપીઓ લૂંટ કરવાના ઇરાદે દીવાલ ટપી ફરિયાદી કોશલકુમાર સુદામાભગત દેસાઈ ક્વાટર્સ પાસે જઈ ફરિયાદીના ક્વાટર્સ ઉપર ચડી નળિયાં ખેંચી ફરિયાદી તેના કુટુંબ સાથે સુતા હતા તેના ઉપર નાનો પથ્થર ફેંકેલ જેથી ફરિયાદી અને તેના પત્ની જાગી ગયેલ તેઓએ કવાટર્સ ઉપર માણસને જોતા કોઈ ચોર હોવાનું લાગતા તેણે બીજા માણસોને બોલાવવા માટે તાત્કાલિક ક્વાટર્સનું બારણું ખોલેલ તો એ વખતે બારણાં પાસે ઉભેલા બે આરોપીઓ પૈકી એક આરોપીએ ફરિયાદીના ક્વાટર્સ માંથી ફરિયાદી શૂટકેશ લઇ ભાગવાની કોશિષ કરતા ફરિયાદી એ આરોપીને પકડી લિધેલ જેથી આરોપીઓ એ પરાણે શૂટકેશ લઇ જવા માટે આરોપીએ ફરિયાદીને ઢીંકા પાટુનો માર મારેલ તેમજ અન્ય આરોપીએ ફરીયાદીને છરી વતી ઈજાઓ કરેલ જેથી ફરિયાદી તથા ફરિયાદીના પત્ની રાડારાડ કરતા બીજા મજૂરો આવી ગયેલા જેથી અન્ય આરોપીઓ નાશી ગયેલા અને આરોપી સંજય બાપુને પકડી અને રાંઢવાથી હાથ બાંધી દઈ લાકડા સાથે બાંધી દીધેલ.

જેમની ફરિયાદીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૦૫-૦૨-૨૦૦૦ ના રોજ ફરિયાદ નોંધાવેલ જેથી વાંકાનેર તાલુકા પોલીસ અધિકારીએ IPC કલમ-૩૯૪,૧૧૪ મુજબનો ગુન્હો નોંધેલ. અને ત્યારબાદ આરોપી રમણ અબુ ઉર્ફે આલુ દેવધાની તા.૧૭-૦૭-૨૦૨૧ ના રોજ અટક કરી નામદાર કોર્ટ સમક્ષ રજુ કરેલ અને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ.

આરોપી રમણ દેવધાએ એડવોકેટ એસ.એમ. શેરસિયા મારફત નામદાર કોર્ટમાં જામીન કરેલ જે કામે આરોપીના ધારદાર દલીલો કરી અને નામદાર ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ રજુ રાખેલ જે તમામ હકીકતોને ધ્યાનમાં લઇ આરોપી રમણ અબુ દેવધાને રૂ.૧૫૦૦૦/- (અંકે રૂપિયા પંદર હજાર પુરા) ના જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપી રમણ અબુ ઉર્ફે આલુભાઈ દેવધા વતી મુસ્કાન એસોસિએટસના એડવોકેટ શ્રી એસ.એમ.શેરસિયા, એ.એ.માથકિયા, પી.એલ.નંધા, કે.બી.ભુરીયા, તથા બી.એસ.લૂંભાણી રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો