Placeholder canvas

વાંકાનેર: કણકોટ ગામના લોકો માટે રાહતના સમાચાર,પુલનું સપનું થશે સાકાર

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા મંત્રી અર્જુનસિંહ વાળાની રજુઆત ફળી

મોટા ગજાના નેતાઓ એ જે ના કર્યું એ આમ આદમી એ કરી બતાવ્યું

કણકોટ ગામ માં પુલ બાંધવા જરૂરી કાર્યવાહી કરવા કાર્યપાલક ઈજનેર ને આદેશ કરાયો

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનું કણકોટ ગામ કાયમ ચોમાસામાં નદી આવી જવાના કારણે સંપર્ક વિહોણું બની જાય છે મોટા ગજાના નેતાઓ એ કણકોટ વાસીઓ ને કાયમ લોલીપોપ જ આપ્યા છે.

ગત તાલુકા પંચાયતના કોણકોટ સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અર્જુનસિંહ વાળાને ત્યાંના મતદારો દ્વારા પુલના પ્રશ્નની રજુઆત આવી હતી. એ રજુઆત ને ધ્યાને લઇ ને અર્જુનસિંહ દ્વારા જિલ્લા કલેક્ટર ને પુલ બનાવવા તાકીદે અરજી કરી અને ગામજનોને ચોમાસામાં થતી મુશ્કેલીઓથી રાહત મળે એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો

આ રજુઆતને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા કણકોટ ગામમાં પુલ બનાવ માટે કાર્યપાલક ઈજનેરને જરૂરી કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે.

આ બાબતે અર્જુનસિંહ સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે તેઓએ કણકોટ ગામમાંથી ઉમેદવારી કરી હતી અને ચૂંટણીમાં હાર થાય કે જીત પુલ ના પ્રશ્નને જરૂરથી વાચા આપીશ એવું વચન ગ્રામજનોને આપેલ. અને જ્યાં સુધી પુલ નહીં બને ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને આ બાબતે ઉપવાસ આંદોલન કરવું પડશે તો પણ કરીશું .

આ સમાચારને શેર કરો