Placeholder canvas

વાંકાનેર: પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી સદગત ડૉ. દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

વાંકાનેર: વાંકાનેરના સદગત મહારાણા રાજસાહેબ અને પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ડો. દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંકાનેરના મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજીની આગેવાનીમાં સંતો,મહંતો,ફોરેસ્ટ ઓફિસરો, પર્યાવરણ સાથે જોડાયેલા વ્યક્તિ તથા સંસ્થાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની હાજરીમાં વિવિધ સંસ્થાઓ તથા પર્યાવરણ પ્રેમી વ્યક્તિઓનું પ્રસંગને અનુરૂપ ટીસ્યુ કલ્ચર સાગના રોપા સન્માન સ્વરૂપે ભેટ આપવામાં આવેલ.

ગત વર્ષે કેસરીદેવસિંહજી ઝાલાએ 25,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો. તેના બદલે 46,000 વૃક્ષોનું વૃક્ષારોપણ સમગ્ર વાંકાનેર તાલુકામાં કરેલ તેમાં સૌથી વધુ સહયોગ વાંકાનેર ફોરેસ્ટ વિભાગે આપ્યો હતો.

આજના આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો