લજાઈ જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં 15 વર્ષ થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિન અપાયું.
આજ રોજ તારીખ 03.01.2022 ના રોજ શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય લજાઈ ખાતે 15 વર્ષ થી 18 વર્ષ ના વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિન નું ઉ્ઘાટન કરવામાં આવેલ. જેમાં તાલુકા સદસ્ય શ્રી પંકજભાઈ દયારામભાઈ મસોત ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવેલ.
આ સાથે પ્રા.આ.કેન્દ્ર લજાઈ ના સુપરવાઈઝર શ્રી મનસુખભાઈ મસોત તથા આરોગ્ય કર્મચારી મિતુલભાઈ દેસાઈ અને તંજીલાબેન તથા સ્કૂલના આચાર્યશ્રી અને અન્ય સ્ટાફ પણ હાજર રહેલ.