Placeholder canvas

વાંકાનેર: કોઠી PHC દ્રારા પ્રથમ દિવસે 15થી 18 વર્ષના 76 વિદ્યાર્થીઓને વેકસીન આપ્યુ.

આજે તારીખ 03.01.2022 ના રોજ 15 વર્ષ થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

આજે પ્રથમ દિવસે મહંમદ લોકશાળા અને ગેલેક્સી સ્કૂલ ના 76 વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવ્યું હતું.

આ સમયે વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા, કોઠી પીએચસીના ડૉ. સાહિસ્તા કડીવાર અને AEI શાહબુદિન બાદી હાજર રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને વેકસીન વિશેની સમજ આપી હતી અને પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓમાં વેકસીનની સારી કામગીરી થઈ હતી.

આ સમાચારને શેર કરો