Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગમાં 21 અને વેપારી વિભાગમાં 5 ઉમેદવારો વચ્ચે 11મી જાન્યુ.એ ચૂંટણી.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલ એ જાહેરનામા મુજબ આજે તારા ત્રીજી જાન્યુઆરી ના રોજ ફોર્મ પાછા ખેંચવાનો દિવસ પૂરો થતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ઉમેદવારોની ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે હવેઆગામી ૧૧મી જાન્યુઆરી 2022ના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાશે અને તેમની મત ગણતરી 12 મી જાન્યુઆરી 2022ના રોજ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકાના રાજકારણમાં તાલુકા પંચાયત બાદ યાર્ડ સૌથી મહત્વની સંસ્થા છે માર્કેટિંગ યાર્ડના પ્રતિનિધિઓને ગામડામાં આવેલી સહકારી મંડળીના સભ્યો મત આપીને ચુટતા હોય છે. જ્યારે વેપારી વિભાગમાં માર્કેટિંગ યાર્ડમાં લાઇસન્સ ધરાવતા વેપારીઓ મત આપીને તેમના પ્રતિનિધિઓને ચુંટે છે. માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 10 સભ્યો, વેપારી વિભાગમાં 4 અને સંઘ પ્રોસેસિંગના 1 સભ્ય ચૂંટાઈ આવે છે. જ્યારે એક સભ્ય ચંદ્રપુર ગ્રામ પંચાયત ઠરાવ કરીને તેમનો પ્રતિનિધિ મોકલે છે. આ ઉપરાંત બે અધિકારીઓ પણ સભ્ય તરીકે હોય છે, જેમાં એક જિલ્લા ખેતીવાડી અધિકારી અને બીજા જિલ્લા રજીસ્ટ્રાર પણ માર્કેટિંગ યાર્ડ ના સભ્ય રહે છે અને તેઓને દરેક નિર્ણયમાં મતનો અધિકાર પણ હોય છે.

આજે ફોર્મ પાછા ખેંચવાનો સમય પૂરો થયા બાદ ખેડૂત વિભાગમાં કુલ 10 સભ્યપદ માટે 21ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જ્યારે વેપારી પેનમાં કુલ ચાર સભ્યો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જે નીચે મુજબ છે…

ખેડૂત વિભાગના ઉમેદવારો
1, કડીવાર અબ્દુલરહીમ વલીમામદભાઈ -પીપળીયારાજ
2, કડીવાર ઇસ્માઇલ ફતેમામદ -વાલાસણ
3, કુણપરા બચુભાઇ મનજીભાઈ -પલાસ
4, કેરવાડિયા કરમશીભાઈ ગોવિંદભાઇ – આણંદપર
5, કોબીયા દેવભાઈ છગનભાઇ – ભેરડા
6, ખોરજીયા યુનુસ અલાવદી -અરણીટીંબા
7, ગોરીયા નાથાભાઇ મનજીભાઈ – ભેરડા
8, ચૌહાણ બિપિન પ્રેમજીભાઈ -જેપુર
9, જાડેજા હરદીપસિંહ મહેન્દ્રસિંહ -કોટડા નાયાણી
10, જાડેજા હરદેવસિંહ દિલુભા -આગાભી પીપળીયા
11, ઝાલા અર્જુનસિંહ તેજુભા -જાબુડિયા
12, ઝાલા સિદ્ધરાજસિંહ ચનુભા -ખેરવા
13, પરાસરા ગુલામ અમી -સિંધાવાદર
14, પીરઝાદા શકિલએહમદ ખુરશીદહૈદર -રાણેકપર
15, બ્લોચ ગુલમહંમદ ઉમંરભાઈ -વાંકીયા
16, બાદી ઉસ્માનગની નૂરમામદ -કેરાળા
17, વાળા કીર્તિરાજસિંહ દિપુભા -ગારીયા
18, શેરસિયા જલાલ અલીભાઈ -ચંદ્રપુર
19, શેરસિયા હુશેન અહમદ -કોઠી
20, શેરસિયા હુશેન મહમદ -પંચાસર
21, સાપરા મગન જગાભાઈ -ગુંદાખડા

વેપારી વિભાગના ઉમેદવારો
1, ચૌધરી મોહયુદીન હુશેનભાઇ
2, ઝાલા શક્તિસિંહ દેવેન્દ્રસિંહ
3, પરાસરા મોહંમદરફીક ઉસ્માનભાઇ
4, બાદી મો.નીસાર ઇસ્માઇલભાઇ
5, મેઘાણી અશ્વીનભાઇ નવઘણભાઇ

આ સમાચારને શેર કરો