Placeholder canvas

મહિલા IPLની હરાજીમાં જામનગરની બે ખેલાડીઓને સ્થાન મળ્યું, 13 ફેબ્રુઆરીએ મુંબઇમાં થશે હરાજી…

સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને જામનગર માટે ગૌરવ લેવાની બાબત એ છે કે આગામી મહિલા IPL ની હરાજીમાં જામનગરના બે મહિલા ખેલાડી જયશ્રી જાડેજા (બેટર) અને નેહા ચાવડા (ઑલરાઉન્ડર)ને સ્થાન મળ્યું છે મતલબ કે ફ્રેન્ચાઈઝીઓ આ ખેલાડીને ખરીદીને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. આ બન્ને ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

ટૂર્નામેન્ટમાં સામેલ થનારા તમામ ખેલાડીઓનું લિસ્ટ ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરી દેવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા છે. 24 ખેલાડીઓએ આ બેઝ પ્રાઈસ માટે પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે મતલબ કે તેમની હરાજી 50 લાખ રૂપિયાથી શરૂ થશે. 10 ભારતીય ખેલાડીઓ આ બેઝ પ્રાઈસમાં સામેલ છે તો 14 વિદેશી ખેલાડીઓ એવા છે જેમણે પોતાની કિંમત 50 લાખ રૂપિયા નક્કી કરી છે.ભારતીય ખેલાડીઓમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તી શર્મા, રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગ્સ, શૈફાલી વર્મા, પૂજા વસ્ત્રાકર, ઋચા ઘોષ, સ્નેહ રાણા અને મેઘના સિંહ એવા ખેલાડી છે જેમણે પોતાની મુળ કિંમત 50 લાખ રૂપિયા નક્કી કરી છે.

કુલ 409 ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 246 ભારતીય છે. ભારતીયોમાં સૌથી વધુ 21 ખેલાડી કર્ણાટક અને 20 મહારાષ્ટ્રના છે. જ્યારે સૌરાષ્ટ્રના બે, ત્રિપુરા, બિહાર, જમ્મુ-કાશ્મીર, મણિપુર, મેઘાલયની એક-એક ખેલાડી હરાજીમાં સામેલ થશે. આ ઉપરાંત રેલવેના 19, ઉત્તરપ્રદેશના 17, દિલ્હીના 14, મહારાષ્ટ્રના 13, બંગાળ, પંજાબ, મધ્યપ્રદેશના 12, બરોડાના 10, આંધ્ર-તમીલનાડુના નવ, ઉત્તરાખંડ, કેરળ ઓરિસ્સાના 7, ઝારખંડના છ, હરિયાણા, હિમાચલ, હૈદરાબાદ, વિદર્ભ રાજસ્થાનના 5, ગુજરાત-ગોવાના ચાર-ચાર, છત્તીસગઢના ત્રણ ખેલાડીઓ ઉપર હરાજી થશે.

આ સમાચારને શેર કરો