વાંકાનેર: ઢુવામાં દુકાનમાં ઘુસી જઈને ચાર શખ્સોએ વેપારીને માર માર્યો.

વાંકાનેર : ઢુંવા ચોકડીએ આવેલ કપડાંની દુકાનમાં ઘુસી ઉઘરાણી કરવા આવેલા ચાર શખ્સોએ વેપારીને માર મારતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ ઢુંવા ચોકડી નજીક જય અંબે સીલેક્શન નામની દુકાન ધરાવતા ગીરીષભાઇ મેઘરાજભાઇ મોહીનાણીએ ઉધારમાં કાપડની ખરીદી કરી હોય આરોપી દીપકભાઇ સતવારા, દીપેશભાઇ સતવારા, દશરથભાઇ સતવારા રહે ત્રણેય-મોરબી તથા એક અજાણ્યા શખ્સે બાકી નીકળતા રૂપિયા 40,000ની ઉઘરાણી કરી ગીરીષભાઇને ભુંડા બોલી ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ મારી સાહેદ મોહન પ્રકાશ રજકને લાકડાના ધોકા વડે શરીરે માર મારતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ સમાચારને શેર કરો