વાંકાનેર: પેડકમાંથી 97 અને પંચશિલ સોસાયટીમાં 12 બોટલ દારૂ સાથે બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેડક વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની જુદી – જુદી બ્રાન્ડની 97 બોટલ સાથે એક યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં નાગાબાવા મંદિર સામે રહેણાંક મકાનમાં સીટી પોલીસે દરોડો પાડી આરોપી કમલેશ જાનકીદાસ દુધરેજીયા નામના યુવાનના કબ્જામાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 73 બોટલ કીમત રૂ.27,375 અને રોયલ ચેલેન્જ બ્રાન્ડ દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 12,480 મળી કુલ રૂપિયા 39,855ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

પંચશિલ સોસાયટીમાં 12 બોટલ દારૂ સાથે યુવાન ઝબ્બે

બીજા બનાવમાં વાંકાનેર શહેરની પંચશિલ સોસાયટીમાં દરોડો પાડી સીટી પોલીસે રાજુ ઉર્ફે ડિમ્પલ ક્રિષ્નમુરારી યાદવ નામના શખ્સને વિદેશી દારૂની બોટલ નંગ 12 કિંમત રૂપિયા 4500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો