રાજકોટ: કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકી પકડાઈ:ગોંડલના લાલાનું નામ ખુલ્યું

રાજકોટ : રાજકોટ આનંદનગર ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતા વિધુર કારખાનેદાર જયેશ ડોડીયા (ઉ.વ.42) એકલવાયુ જીવન જીવતા હોય પાંચેક મહીના અગાઉ સોનલ સાથે મુલાકાત થઈ ત્યારે જયેશભાઈને ફરી પાછો લગ્ન સંસાર માંડવાની વાત કરતા તેમણે હા પાડી હતી.તેમજ આ કામના આરોપીઓએ તેને પોતાની જાળમાં ફસાવી પૈસા પડાવવા પૂર્વયોજીત કાવતરૂ કરી આરોપી સોનલબેન પટેલ તેની સાથે આરોપી જાનકીને જયેશના ઘરે લગ્ન સબંધ કરાવવાના બહાને છોકરી તરીકે બતાવવા લઇ ગયા હતા.

ત્યાં જયેશભાઇ અને જાનકી બેઠા-બેઠા વાતો કરતા હતા.તે દરમ્યાન આરોપીઓ જીતુદાન ઉર્ફે ભુરો અને ચિરાગ ઉર્ફે લાલો બન્ને જયેશભાઈ અને જાનકીના મોબાઇલ ફોનમાં ફોટા પાડી જયેશભાઈને ફડાકા ઝીંકી અને કાનના ભાગે તેમજ માથાના ભાગે જાપટો મારી હોન્ડા સીટી કારમાં જયેશભાઈને તેના ઘરેથી બળજબરીથી અપહરણ કરી લઇ જઇ જયેશભાઈને ફાર્મ હાઉસમાં લઇ જઇ મારમારવાનો ભય બતાવી જયેશભાઈના કોટક મહીન્દ્રા બેન્કના એટીએમમાંથી રૂ.50 હજાર બળજબરી થી કઢાવી તેના ઘરે લઇ જઇ સામાન વેર વીખેર કરી રૂ.5 હજાર મળી કુલ રૂ.55 હજાર લઇ જઇ વધુ રૂ.45 હજાર બે દિવસમાં નહી આપે તો આરોપી જાનકી સાથે પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ હનીટ્રેપમાં સંડોવાયેલી ગેંગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે.

આ ગેંગનો એક સભ્ય હજુ મળ્યો ન હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે.ઝડપાયેલા આરોપીઓમાં સોનલ દામજીભાઈ ભંડેરી(ઉ.વ.23, 2હે. ગણેશ સોસાયટી શેરી નં-2, ભાડાના મકાનમાં),જાનકી કનકભાઈ ઉપરા (ઉ.વ.26, રહે. ચુનારાવાડ શેરી નં-3) અને જીતુદાન ઉર્ફે ભુરો ઉર્ફે જીતુ બાણીદાન જેસાણી (ઉ.વ.25, રહે.રૈયાધાર, રાધેશ્યામ ગૌશાળા પાસે મફતીયાપરામાં) નો સમાવેશ થાય છે.હનીટ્રેપ કરનાર આ ટોળકી વિરૂધ્ધ ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વાય.બી.જાડેજા અને પીએસઆઈ એમ.જે.હુણે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ પુછપરછ કરતા જાનકી આ અગાઉ પણ હનીટ્રેપમાં બે વખત આજી ડેમ અને એરપોર્ટ પોલીસમાં પકડાઈ ચુકયાનું સામે આવ્યું છે.

આ સમાચારને શેર કરો