Placeholder canvas

વાંકાનેર: આવતીકાલથી આયશા વિમેન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સર્જરી વિભાગની સુવિધા ઉપલબ્ધ થશે..

(Promotional Artical)
વાંકાનેરના ચંદ્રપુર ગામ પાસે નેશનલ હાઇવે પર આવેલી આયશા વિમેન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આવતીકાલ એટલે કે તારીખ 20/01/2023ના રોજ થી સર્જરી વિભાગની સુવિધા શરૂ થશે. આ વિભાગ ડો.ભાર્ગવ વસીયાણી (જનરલ એન્ડ લેપ્રોસ્કોપીક સર્જન) સંભાળશે, તેઓનો શરૂઆતના સમયમાં દર શુક્ર અને શનિવારે સવારે 9 થી 10 વાગ્યાનો સમય રહેશે.
સર્જરી વિભાગ :-
આ સર્જરી વિભાગમાં સારણ ગાંઠ, વધરાવળ, હરસ, મસા, ભગંદર, એપેન્ડિક્ષ, પિતાશયની પથરી, સ્તનની ગાંઠ, બર્ન્સ, આંતરડાના ઓપરેશન, પગનો સડો, કપાસી, ચરબીની ગાંઠ, સુન્નતના ઓપરેશન વિગેરેનું નિદાન, સારવાર અને જરૂર જણાય તો સર્જરી કરવામાં આવશે.
આયશા હોસ્પિટલમાં આ ઉપરાંત ગાયનેક વિભાગ અને બાળ રોગ વિભાગ પણ કાર્યરત છે.
ગાયનેક વિભાગ :-
ગાયનેક વિભાગમાં ડૉ. ઇમરાન એ.બાદી ( એમ.બી.ડી.જી.ઓ. (સ્ત્રીરોગ નિક્ષ્ણાંત) નિદાન અને સારવાર આપી રહયા છે, જેવી કે… વ્યંધત્વ નિવારણની સારવાર, ગર્ભાશય તેમજ અંડાશયના ઓપરેશનની સુવિધા, સ્ત્રીને લગતી તમામ સમસ્યાનુ નિદાન તેમજ સારવાર, નોર્મલ ડિલિવરી, હાઇરીસ્ક ડિલિવરી, સીજેરીયન ઓપરેશનની સુવિધા…
બાળરોગ વિભાગ :-
જ્યારે બાળરોગ વિભાગમાં ડો.શબનમ આઇ.બાદી બી.એ.એમ.એસ (DCHCM) નિદાન કરીને સારવાર આપી રહયા છે. જેવી કે… તમામ બાળરોગોનુ નિદાન તેમજ સારવાર, ઓકિશજન થેરાપીની સુવિધા, કમળા માટે ફોટોથેરાપીની સુવિધા, રસીકરણ કેન્દ્ર
લેબોરેટરી અને સોનોગ્રાફી વિભાગ :-
આ સાથે આયશા હોસ્પિટલમાં લેબોરેટરીની અને 3D | 4D | COLOR DOPPLER મોટી સોનોગ્રાફીની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આયશા વિમેન્સ & ચિલ્ડ્રન હોસ્પીટલ
બીજા માળે, અંજની પ્લાઝા, ર૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર-૩૬૩૬૨૧
સંપર્ક :- 98251 96492
આ સમાચારને શેર કરો