Placeholder canvas

મોરબી જીલ્લાના ‘ત્રીદેવે’ ૨૦૧૭માં ગુમાવેલો ગઢ ભાજપે પાછો આંચકી લીધો.

મોરબી બેઠક પરથી કાન્તીભાઈ અમૃતિયા ૬૨૦૭૯ની લીડથી, વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી ૧૯,૯૫૫ની લીડથી અને ટંકારામાં દુર્લભજીભાઈ ૧૦,૨૫૬ની લીડથી વિજય થયા.

મોરબી જીલ્લામાં ચૂંટણી પરિણામમાં મોરબી જિલ્લામાં ભાજપે આસાન જીત મેળવી હતી મોરબી, ટંકારા અને વાંકાનેર એમ ત્રણેય બેઠક પર આપ ઉમેદવારોએ નોંધપાત્ર મતો મેળવતા ભાજપે આસાન જીત મેળવી હતી મત ગણતરી દરમિયાન કોંગ્રેસ ઉમેદારો ક્યાય ટક્કર આપતા પણ નજરે પડ્યા ના હતા

મોરબી જીલ્લામાં આવતી મોરબી-માળિયા, ટંકારા-પડધરી અને વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠકની મત ગણતરી ઘૂટું પોલી ટેકનીક કોલેજ ખાતે કરવામાં આવી હતી જેમાં શરૂઆતથી જ ત્રણેય બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ જોવા મળ્યા હતા અને મત ગણતરી પૂર્ણ થતા ત્રણેય બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો.

ટંકારા-પડધરી બેઠક પર કોંગ્રેસને આમ આદમી પાર્ટી હરાવી ગઈ જ્યારે મોરબીના પરિણામમાં પર આમ આદમી પાર્ટીની કોઈ અસર દેખાઈ ન હતી કેમકે મોરબી સીટ પર કોંગ્રેસના ઉમેદવારને મળેલ મતથી ભાજપના ઉમેદવાર ન લીડ વધારે છે.!! જ્યારે વાંકાનેર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારને પુષ્કળ મતો મળ્યા છે તે 50000 થી વધુ મતો લઈ ગયા છે. વાંકાનેરમાં કોંગ્રેસનો ઓર કોન્ફીડન્સ તેમને હરાવી ગયો, જ્યારે ભાજપના ઉમેદવારે તમામ લોકો સાથે સમાધાન કર્યા પણ કોંગ્રેસ તેના ઓર કોન્ફિડન્ટ્સ સાથે ચૂંટણી લડી અને પરિણામે હારી ! અત્રે ઉલ્લેખનીય છે કોંગ્રેસના આગેવાનો પાસેથી ચૂંટણી બાદ તેમને 82હજાર મત મળવાનો આકડો જાહેર થયો હતો, જ્યાં પહોંચવામાં કોંગ્રેસ 20હજારથી વધુ મતથી દૂર રહી ગઈ છે.!! આમ કોંગ્રેસનો ગઢ ગણાતી વાંકાનેર સીટ ભાજપે રીતસર આંચકી લીધી છે.!!!

મોરબી બેઠક પર કોને કેટલા મતો મળ્યા ?
ભાજપ ➡️ કાન્તિલાલ અમૃતિયા – ૧,૧૪,૫૩૮
કોંગ્રેસ ➡️ જયંતીભાઈ પટેલ – ૫૨,૪૫૯
આપ ➡️ પંકજભાઈ રાણસરીયા – ૧૭,૫૪૪
🔴ભાજપને લીડ – ૬૨,૦૭૯

ટંકારા બેઠક પર કોને કેટલા મતો મળ્યા ?
ભાજપ ➡️ દુર્લભજીભાઈ દેથરીયા – ૮૩,૨૭૪
કોંગ્રેસ ➡️ લલીતભાઈ કગથરા – ૭૩,૦૧૮
આપ ➡️ સંજય ભટાસનાં – ૧૭,૮૩૪
🔴ભાજપને લીડ – ૧૦,૨૫૬

વાંકાનેર બેઠક પર કોને કેટલા મતો મળ્યા ?
ભાજપ ➡️ જીતુભાઈ સોમાણી – ૮૦,૬૭૭
કોંગ્રેસ ➡️ મહમદ પીરઝાદા – ૬૦,૭૨૨
આપ ➡️ વિક્રમ સોરાણી – ૫૩,૪૮૫
🔴ભાજપને લીડ – ૧૯,૯૫૫

મોરબી, ટંકારામાં ત્રિપાંખીયો જંગ કોંગ્રેસને મોંઘો પડ્યો, જ્યારે વાંકાનેરમાં કોંગ્રેસને તેમનો ઓવર કોન્ફિડન્સે જ હરાવી. !!!

આ સમાચારને શેર કરો