મોરબી: કિશોર ચીખલીયાને પ્રમુખ પદેથી નહિ હટાવાય તો ચૂંટણીમાં કોંગ્રેસના વફાદાર સૈનિકો નિષ્ક્રિય બની જશે.
મોરબી : સતાની ખુરશી માટે કોંગ્રેસમાં વારંવાર બળવા કરી પોતાની પત્નીને ભાજપમાં સામેલ કરાવનાર મોરબીના કિશોર ચીખલીયાને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવતા મોરબી કોંગ્રેસના પીઢ કાર્યકરોમા રોષ ફાટી નીકળ્યો છે. આજે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી પાર્ટીના દગાબાજ કિશોર ચીખલીયાને જો નહિ હટાવવામાં આવે તો આગામી લોકસભા ચૂંટણીમા મોરબી […]
