Placeholder canvas

ઠંડીની મોસમમાં વરસાદની આગાહી: સ્વેટર અને રેઇનકોટ હાથવગા રાખજો.

હવામાનમાં આવશે પલટો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા, રાજ્યના તાપમાનમાં નોંધાશે ઘટાડો

હવામાન વિભાગ (IMD) દ્વારા નવસારી, તાપી. ડાંગમાં   તેમજ વલસાડમાં  વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદના તાપમાનમાં 14 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે  છે.

બંગાળની ખાડીમાં  સર્જાયેલા ચક્રવાતી તોફાન મૈંડુસની શકયતાને પગલે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે.  આ ચક્રવાતી તોફાનને કારણે   દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની અપેક્ષા છે. બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર 6 ડિસેમ્બરે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું. બુધવારે તે ચેન્નાઈથી લગભગ 750 કિમી દૂર સ્થિત હતું. આ વાવાઝોડાને  પગલે ગુજરાતના હવામાનમાં પણ મોટો ફેરફાર આવી શકે  છે. 

હવામાન વિભાગના  ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આ વાવાઝોડાને પગલે  ગુજરાતમાં આગામી  12 અને 13 ડિસેમ્બરે  ઉત્તર ગુજરાત તથા દક્ષિણ  ગુજરાતમાં  વરસાદ થઈ શકે છે.  હવામાન વિભાગ દ્વારા નવસારી, તાપી. ડાંગમાં   તેમજ વલસાડમાં  વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદના તાપમાનમાં 14 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે  છે. જ્યારે મોરબીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 18 ડ઼િગ્રી રહેશે.

આ સમાચારને શેર કરો